મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદા: નર્મદા નિગમના એમ.ડી ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30 જૂન સુધીમાં સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામા સરદાર સરોવર પ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના 20 જિલ્લાઓમાં 35 જળાશયો, 1200 જેટલા ગામ તળાવ અને 1000થી વધુ ચેકડેમો હાલમાં 453 અબજ લિટર પાણીથી ભરાઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેમમાં હાલ 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. 

ડેમમાંથી જળાશયો, તળાવો અને ચેકડેમોમાં પાણી છોડાવાને કારણે ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાક લેવામાં મદદ મળી રહેશે અને પાણીની તંગી નહીં રહે. હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજ 15 હજાર ક્યૂસેક જેટલું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી 30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.