મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દૂરદર્શનની વરિષ્ઠ એન્કર નીલમ શર્માનું આજે નિધન થઈ ગયું છે. દૂરદર્શનના ઓફિસ્યલ ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે. જાણકારીના મુજબ તે કેન્સરથી પીડિત હતી. તેમણે વર્ષ 1995માં દૂરદર્શન સાથે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

દુરદર્શનનું ટ્વીટ હતું કે

#DDNews ની વરિષ્ઠ એન્કર #NeelumSharma ના અસામયિક નિધન પર દૂરદર્શન પરિવારની વિનમ્ર શ્રદ્ધાંજલિ, નારી શક્તિ જેવા ઘણા પુરસ્કારોથી સન્માનિત નીલમ શર્માએ પોતાના 20 વર્ષોથી પણ વધુ સમયના સેવા કાળમાં ‘તેજસ્વિની’ થી માંડીને ‘બડી ચર્ચા’ વગેરે ઘણા લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું pic.twitter.com/ThzgaZ0UQ6

લાંબા સમય સુધી દૂરદર્શનનો ચહેરો રહેલી નીલમ શર્માને આ જ વર્ષે માર્ચમાં ‘નારી શક્તિ સન્માન’થી સન્માનીત કરાયા હતા. દૂરદર્શનના સાથે પોતાનો 20 વર્ષથી પણ વધુનો કાર્યકાળમાં નિલમ શર્મા ઘણા લોકપ્રિય રહ્યા એમ કહીએ કે એક પેઢીના બાળપણથી માંડી યુવા વસ્તા સુધી પહોંચતી ટીવી સાથે જોડાયેલી તમામ યાદોમાં તે સમાઈ ગયા હતા.