મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આજે કેબીનેમાં સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સરકારે માર્કેટિંગ સીઝન 2022-23 માટે રવી પાકની એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ ઘઉં, ચણા, જઉં, મસૂર, સરસવ અને સનફ્લાવરની એમએસપીને વધારીદીધી છે. સૌથી વધુ મસૂર અને સરસવની એમએસપીમાં વધારો થયો છે. જેમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે પછી ચણાની એમએસપીમાં વધુ એટલે કે 130 રૂપિયાનો વધારો થયો છે. ત્યાં જ ઘઉં અને જઉંની એમએસપીમાં ક્રમશઃ 40 અને 35 રૂપિયાનો વધારો થયો છે.

ઘઉંની એમએસપી 1975 રૂપિયાથી વધીને 2015 રૂપિયા કરી દેવાઈ છે, જઉંને 1600 રૂપિયાથી વધારી 1635 રૂપિયા કરી દેવાયા છે. ચણાનો ભાવ રૂપિયા 5100થી વધારીને 5230 કરી દેવાયો છે, સરસવમાં પણ વધારો કરાયો જેનો પહેલા ભાવ 4650 રૂપિયા હતો જેને 5050 રૂપિયા કરી દેવાયો હતો.

લઘૂત્તમ મૂલ્યના અંતર્ગત સરકારે ખેડૂતો દ્વારા વેચવામાં આવતા અનાજની પુરી માત્રા ખરીદવાના માટે તૈયારી બતાવેલી હોય છે. જ્યારે બજારમાં કૃષિ ઉત્પાદનોનો ભાવ ઓછો રહે છે તો સરકાર ખેડૂતો પાસેથી આ પ્રમાણેની એમએસપીની નક્કી કરાયેલી રકમ પર તે ઉત્પાદન ખરીદી કરી ખેડૂતોના હિતોની રક્ષા કરે છે. સરકાર દ્વારા આ એમએસપીની જાહેરાત પાકની વાવણી પહેલા કરી દેવાય છે.