દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરત ક્રિકેટ એશોશિયેશનના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ બે દિવસ પેહલા જાહેરાત કરી હતી કે કોરીનાની વધતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ૫૦% જેટલી કેપિસિટી જેટલા જ પ્રેક્ષકોને જ પ્રવેશ આપવામાં આવશે, પણ આજે બીજી મેચ દરમિયાન અઢળક સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે એવામાં લોકો અલગ અલગ જગ્યાથી અમદાવાદમાં મેચ જોવા આવી પોહચ્યાં છે. અહિ ઉભા રેહવાની પણ જગ્યા ન મળે તેટલી સંખ્યામાં લોકો મેચ જોવા આવી રહ્યા છે.


 

 

 

 

 

આવામાં જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોરોનાને પોંહચી વળવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે. જનમેદની જોતા એવું લાગી રહ્યું છે કે, મેચ જોવા માટે લોકો કોરોનાને ભૂલી ગયા છે. દેશવ્યાપી લોકડાઉનને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના લોકો આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ એકત્રિત થઈ રહ્યા છે, એ કેટલું યોગ્ય છે તે વિચારવું રહ્યું.