મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે 69મો જન્મ દિવસ છે ત્યારે તેઓ નર્મદાના નીરના વધામણા કરવાના છે. આજે તેઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગવર્નર ઉપરાંત, મુખ્યમંત્રી રુપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જીતુ વાઘાણી વગેરે હાજર રહ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદી આવવાના હતા તેથી એરપોર્ટ રોડને રોશનીથી સજાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવાના છે તે પછી તેઓ પોતાના માતાના આશિર્વાદ લેવા આવતીકાલે સવારે જશે. તે પછી પોતાના જન્મદિવસે તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરશે.