મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધિત કરશે. પીએમઓ ઈન્ડિયા દ્વારા આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. જોકે તેમણે ત્યાં એ સ્પષ્ટતા નથી કરી કે આ સંબોધનનો વિષય શું છે અથવા કયા કારણથી વડાપ્રધાન લોકોને લાઈવ સંબોધિત કરવા માગે છે. 

બીજી બાજુ કોરોનાના ઓછા કેસ થવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં અનલોક થઈ રહ્યું છે. જેને કારણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે કોરોના સામેની જીતના મંત્ર, હાલમાં જ ગુજરાત સહિતના રાજ્યો પર ત્રાટકેલા વાવાઝોડાઓ અને તેના કારણે પરેશાન લોકો, દેશની ઈકોનોમી, ધંધા-રોજગાર વગેરે વિષયો પર વડાપ્રધાન લાઈવ થઈને લોકોને સંબોધશે. જોકે આ પણ એક અંદાજ માત્ર છે ખરી સ્પષ્ટતા તો સાંજે 5 વાગ્યા પછી વડાપ્રધાનના લાઈવ સંબોધનમાં જ થશે. આપ મેરાન્યૂઝ સાથે જોડાયેલા રહો અને તેમનું લાઈવ સંબોધન સાંભળો...