મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને સંગીતકાર મહેશ કનોડિયા અને ગતરોજ વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના અવસાનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિડ્યૂલમાં આજે તેમને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આજે તેઓ એરપોર્ટ પર ઉતર્યા જ્યાં તેમનું સ્વાગત થયું અને પછી તેઓ તુરંત કેશુભાઈના ઘરે પહોંચ્યા જ્યાં તેમણે કેશુબાપાના પરિવારને સાંત્વના આપી અને બાપાને શ્રદ્ધાંજલી આપી ત્યાંથી કનોડિયા ભાઈઓને શ્રદ્ધાંજલી આપી તેઓના પરિવારને મળ્યા, સાંત્વના આપી અને ત્યાંથી તેઓ ગાંધીનગર હેલીપેડથી કેવડિયા પહોંચી ચુક્ચા છે અને અહીં તેમના કાર્યક્રમો પણ કેટલાક અલગ છે.

તેઓ કેવડિયા પહોંચી અહીં જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે.  4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.