મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી કેબિનેટએ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવા માટેની મંજુરી આપી દીધી છે. તે અંતર્ગત દેશભરના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જોકે આ નાગરિક્તાનું પ્રમાણ રહેશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરે છે. કેબિનેટએ આ પુરી કવાયત માટે રૂ. ૮૭૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે. ૨૦૨૧ની વસ્તી ગણતરી પહેલા ૨૦૨૦માં એનપીઆર અપડેટ કરવામાં આવશે, તે પહેલા ૨૦૧૧ની વસ્તી ગણતરીથી પહેલા ૨૦૧૦માં પણ વસ્તી ગણતરી રજીસ્ટર કરાઈ હતી. એપ્રીલ, ૨૦૨૦થી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી એનપીઆરને અપડેટ કરવાનું કામ કરાશે.

શું છે એનપીઆર?

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અંતર્ગત ૧ એપ્રિલ, ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘર ઘર જઈને જનગણનાની તૈયારી કરાય છે. દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખનો આ ડેટાબેઝ બનાવાય છે તે એનપીઆરનું મુખ્ય લખ્ય છે. આ ડેટામાં વસ્તીના સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે. તેમાં વ્યક્તિનું નામ, ઓળખ, શિક્ષણ, રોજગાર જેવી સૂચનાઓ રજિસ્ટર્ડ થશે. એનપીઆરમાં ફાઈલ કરાયેલી માહિતી લોકો દ્વારા ખુદ અપાયેલી માહિતી પર આધારિત હોય છે આ નાગરિક્તાનું કોઈ પ્રમાણપત્ર નથી હોતું.

એનઆરસીથી કેવી રીતે અલગ છે?

એનપીઆર અને એનઆરસી ઘણું અલગ છે. એનઆરસીના પાછળ જ્યાં દેશમાં ગેરકાયદે નાગરિકોની ઓળખ કરવાનો ઈરાદો છે ત્યાં છ મહિના કે તેનાથી વધુ સમયથી સ્થાનીક ક્ષેત્રમાં પણ નિવાસીઓને એનઆરસીમાં જરૂર રુપે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

બહારીઓની પણ હાજરી?

બહારી વ્યક્તિ પણ જો દેશના કોઈ ખુણામાં છ મહિનાથી રહેતો હોય તો તેને પણ એનપીઆરમાં રજિસ્ટર્ડ થવું પડશે. એનપીઆરના દ્વારા લોકોના બાયોમેટ્રીક ડેટા તૈયાર કરીને સરકારી યોજનાઓની પહોંચ અસલી લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હેતુ હોય છે.

યુપીએ સરકારની હતી યોજના

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વ વાળી યૂપીએ સરકારમાં ૨૦૧૦માં એનપીઆર બનાવવાની પહેલી શરૂઆત થઈ હતી. ત્યારે ૨૦૧૧માં વસ્તી ગણતરીથી પહેલા તેના પર કામ શરૂ કર્યું હતું. હવે ફરી ૨૦૨૧માં વસ્તી ગણતરી થવાની છે. તેવામાં એનપીઆર પર કામ કરવાનું શરૂ થઈ ગયું છે.