મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના  મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા  સ્ટૂડન્ટ રિસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યો છે. સંસ્કૃત વિષયમાં તેણે ' સૂર્યગેહેતમિસ્રા - એક અધ્યયન' જેમાં દલિત કવિતાઓનો સંસ્કૃતમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતીમાં 'વિચરતી જાતિના સાહિત્યમાં સામાજિક અનુબંધ' વિષય પર રિસર્ચ કર્યું હતું. આ બંને રિસર્ચના વિષયો તદ્દન અલગ છે. આ ઉપરાંત 70 વિદ્યાર્થીઓમાંથી નૈયાનું સંસ્કૃતનું રિસર્ચ પ્રેઝન્ટેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યું હતું.

નૈયા અભ્યાસ ઉપરાંત દૂરદર્શનમાં સામાજિક ન્યાય શ્રેણી અંતર્ગત એન્કર તરીકે આવી ચૂકી છે. તથા વિવિધ સંસ્થાઓમાં પ્રેરણાત્મક વ્યાખ્યાનો આપવા માટે પણ જાય છે. આ ઉપરાંત તેઓ સમાજિક નિસબત ધરાવે છે, સ્લમ એરિયામાં તથા વિવિધ પછાત ગામોમાં જઈને ત્યાંની બહેનોની સમસ્યા જાણી નિરાકરણ માટેના પ્રયત્નો કરે છે.