મેરાન્યૂઝ નેટવર્ક.નાગાલેન્ડઃ એકતામાં શક્તિની વાત પર આમતો આપ વિશ્વાસ કરતા હશો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો જોઈને આપને તેના પર વધુ વિશ્વાસ બેસી જશે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં એક ટ્રક ખીણમાં પડી ગઈ હતી. ગામના લોકોએ સાહસનો અહીં પરિચય આપ્યો અને વગર કોઈ મશીનરીએ ટ્રક બહાર કાઢવાનું મન બનાવી લીધું. પછી શું હતું. દોરડાઓની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. ભાજપ પ્રવક્તા મ્હોનસૂમો કિકોનએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

આ વીડિયો નાગાલેન્ડની કોઈ જગ્યાનો છે જેની હાલ પૃષ્ટી થઈ રહી નથી. રિપોર્ટ્સ અનુસાર આદુથી ભરેલો આ ટ્રક એક અકસ્માત પછી ખીણમાં જઈને પડ્યો હતો. તેને ક્રેનની મદદ વગર બહાલ લાવવો લગભગ શક્ય ન્હોતો. વિસ્તારમાં ક્રેન ન હોવાને કારણે ગામના લોકોએ દોરડા અને વાંસની મદદથી ટ્રક બહાર કાઢવાનું નક્કી કર્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ટ્રકને દોરડા અને વાંસથી બાંધવામાં આવ્યો છે અને ગામના લોકો જોશ અ જુસ્સા સાથે તેને ખેંચી રહ્યા છે. તેઓ આખરે સફળ થાય છે અને ત્યાં હાજસ ઘણા લોકોએ તે ઘટનાને કેમેરામાં કંડારી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અલગ અલગ પ્લેટફોર્મસ પર હજારો લોકો તેને શેર કરી રહ્યા છે. ભાજપ પ્રવક્તાએ પણ આ વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે ગામના લોકોની એક્તાનું આ ઉદાહરણ છે અને તેમણે ખીણમાં પડેલી ટ્રકને બહાર કાઢી છે.