મેરાન્યૂઝ નેટવર્ક.નડિયાદઃ નડિયાદ રિંગ રોડ પાસે ફાર્મ હાઉસમાં યુવકો અને યુવતીઓની દારૂ અને ડાન્સની જોરદાર મહેફીલ જામી હતી કે એ જ ટાંણે નડિયાદ પોલીસની ધમાકેદાર એન્ટ્રીએ બધાના પરસેવા છોડાવી દીધા હતા. પોલીસે કુલ 15 શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં 7 યુવતીઓ હતી. કેટલીક યુવતીઓ અમદાવાદની હતી. પોલીસને સ્થળ પરથી 11 દારૂની બોટલ પણ મળી હતી. પોલીસે તમામ બોટલ પણ જપ્ત કરી લીધી હતી. બાબત એવી સામે આવી હતી કે યુવતીઓ દારુ અને ડાન્સ પાર્ટી માટે સ્પેશ્યલ અમદાવાદથી નડિયાદ ગઈ હતી. 

રિંગરોડ ખાતે હનુમાનપુરા વડ પાસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલનું ફાર્મ હાઉસ છે ત્યાં આ પાર્ટી ચાલતી હોવાની વિગતો પોલીસને મળી હતી. પાર્ટીમાં બહારથી મહિલાઓ બોલાવીને મિત્રો સાથે દારુંની મહેફીલ હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી કે તુરંત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પીએસઆઈ બી જી પરમાર અને તેમની ટીમે આ રેડ કન્ડક્ટ કરી હતી. પોલીસે દારુની બોટલ્સ ઉપરાંત ડાન્સ માટે લગાવેલા મોટા સ્પીકર્સ, ગ્લાસ, લેપટોપ, વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો અને તમામને કાયદાનું ભાન કરાવવા તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

આરોપીઓના નામો

કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલ (રહે. સીવીલ રોડ, નડિયાદ), ચિંતન મહેન્દ્વ પટેલ (રહે. જલસાગર ફલેટ, નડિયાદ), હેમંત પ્રફુલ્લ દરજી (રહે. ડુમરાલ, નડિયાદ), હરેશ માનસિંહ ચૌહાણ (રહે. દેવદત સોસાયટી, નડિયાદ), પ્રિયેશ જગદીશ પટેલ (રહે. પીજ ભાગોળ, નડિયાદ), આનંદ પ્રફુલ્લ પટેલ (રહે. ડુમરાલ, દિપક ત્રિવેણી), પ્રસાદ મિશ્રા (રહે. હાથીજણ, અમદાવાદ), મોહમદ કાશીક મોહમદ અલી રાજપુત (રહે. બાપુનગર, અમદાવાદ), મનહરબા ઉર્ફૈ પિન્કી નટવરસિંહ ડોડીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ), ડિમ્પલ કિશોર કહાર (રહે. રખીયાલ, અમદાવાદ), કાજલ વશરામ પ્રજાપતી (રહે. નરોડા, અમદાવાદ), ગુલનાઝ હુસેન શેખ (રહે. રામોલ ગૌશાળા તલાવડી છાપરા), દીપીકા સંજય ત્રિપાઠી (રહે. સુરત ડીંડોલી ફાટકની બાજુમાં), રમીલા ઉર્ફે રેખા મનુ રાવળ (રહે. ચાંદરણી, સમી પાટણ) તથા નૂતન ઉર્ફે નીકીતા બીપીન પરમાર (રહે. વાડજ, અમદાવાદ)ની ધરપકડ કરી છે.