મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરશે. સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા મસ્જિદ માટે વૈકલ્પીક સ્થાન પર પાંચ એકર જમીન પણ સ્વીકાર નહીં કરે. લખનઉંના મુમતાજ પીજી કોલેજમાં બોર્ડના અધ્યક્ષ મોલાના સૈયદ રાબે હસન નકવીની અધ્યક્ષતામાં બોર્ડની કાર્યકારિણી સદસ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠક પછી બોર્ડના સદસ્યોએ મામલાની જાણકારી પત્રકારોને આપી હતી. બોર્ડના સચિવ એડવોકેટ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે તે જમીન જોઈએ છે જેના માટે અમે લડાઈ લડી હતી. મસ્જિદ માટે કોઈ બીજી જગ્યા પર જમીન લેવી શરિયાના વિરુદ્ધ છે.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ વાતને માની છે કે ત્યાં નમાજ અદા થતી હતી જ્યારે ગુંબદના નીચે ભગવાન રામના જન્મસ્થાનનું કોઈ પ્રમાણ મળ્યું નથી. તેમણે કહ્યું કે જમીન સ્થાનાંતરિત કરી શકાતી નથી. ત્યાં બોર્ડની બેઠક માટે લેવાયેલા અચાનકના સ્થાન બદલવાના નિર્ણય પર જિલાનીએ કહ્યું કે અમે નદવા કોલેજમાં જ બેઠક કરવા માગતા હતા પરંતુ તંત્રએ અમને ત્યાં બેઠક કરવાથી રોક્ડા અને દબાણ કર્યું હતું. જેનાથી અમે છેલ્લા સમયે બેઠકનું સ્થાન બદલવું પડ્યું હતું. તંત્ર અને પોલીસની આ કામગીરીની હું નીંદા કરું છું.

ત્યાં મામલાના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરવાથી ઈનકાર પર જિલાનીને કહ્યું કે અયોધ્યાના લોકોએ અમને કહ્યું કે તંત્ર તથા પોલીસ તંત્ર અમારા પર દબાણ આપતી હતી કે જુમાના દિવસે નિર્ણયના સામે કાંઈ ન બોલવું બની શકે કે આ દબાણને પગલે ઈકબાલ અંસારી પુનર્વિચાર અરજી દાખલ કરવાના પક્ષમાં ન હોય. તેમણે કહ્યું કે અરજી દાખલ કરવા માટે અમારી પાસે ત્રીસ દિવસનો સમય છે.