મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: મનપા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રસંગોએ અવનવા કાર્યક્રમોનું આયોજન કરી લોકોને પારિવારિક મનોરંજન પીરસવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે ગત રાત્રે મહાનગરપાલિકાના 45 વર્ષની પૂર્ણતા અંતર્ગત મનપા દ્વારા શહેરના રેસકોર્સ ખાતે બૉલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારની ભવ્ય મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું. જેમાં રંગીલા રાજકોટિયનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં બૉલીવુડ સિંગર ઐશ્વર્યા મજમુદારે 'હમ તેરે બિન અબ રહે નહીં સકતે', ‘રે કબીરા માનજા’ સહિતના સુપરહિટ ફિલ્મી ગીતો રજૂ કરી પોતાના પ્રશંસકોને ડોલાવ્યા હતા.

ઐશ્વર્યાના સુરીલા કંઠે પોતાના મનપસંદ ગીતો સાંભળી લોકો રીતસરના ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાએ હિન્દી ફિલ્મો તથા ગુજરાતી ફિલ્મોમાં પોતાના સુરીલા કંઠથી અનેક ગીતો પ્રસ્તુત કર્યા છે. અને સંગીતના માધ્યમથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સારી એવી નામના મેળવી ચુકી છે. ત્યારે આ સુપ્રસિધ્ધ કલાકાર પોતાની નજર સમક્ષ આવતા જ લોકો માટે આ મ્યુઝિકલ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. આ મ્યુઝિકલ નાઇટની ઝલકનો એક વીડિયો અહીં પ્રસ્તુત છે.