જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): છેલ્લા બે દિવસથી ગાંધીનગરના પેથાપુરમાં ગુમ થયેલા બાળકની ચર્ચાઓ મોટા પ્રમાણમાં ચાલી રહી હતી તેના અંગે આજે ગાંધીનગર આઈ. જી. પી. અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો છે. બાળકના પિતા સચિનની ગઈ કાલે રાતે ધરપકડ કરવામાં આવી હતી અને આજે સવારે ગાંધીનગર લાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ દરમિયાન એક મોટો ઘટસ્પોટ થયો છે. સચિને તેની પ્રેમિકા હિના ઉર્ફ મહેંદીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ સચિન તેનું અને હીનના બાળકને ગાંધીનગર સ્વામિનારાયણ ગૌશાળામાં મૂકીને પોતાના પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા તેની રાજસ્થાનમાં કોટાથી ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

સચિન 2019થી મહેંદી સાથે  લિવ ઇનમાં રહેતો હતો અને 2020માં તેમને બાળકનો જન્મ થયો હતો જેનું નામ શીવાંશ છે. જ્યારે સચિન બાળકને ગાંધીનગર છોડીને જતો રહ્યો ત્યાર બાદ પોલીસે બાળકના માતા પિતાની શોધમાં સઘન તાપસ શરૂ કરી હતી. આ તપાસમાં સચિનની ધરપકડ બાદ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સચિન તેની પ્રેમિકા સાથે વડોદરામાં દર્શન ઓવર્સિસ ફ્લેટ ભાડે રાખીને લીવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. સચિન અઠવાડિયાના પાંચ દિવસ તેની પ્રેમિકા સાથે રહેતો હતો અને શનિ રહી તેની પત્ની સાથે રહેતો હતો. બે દિવસ પહેલા સચિન તેના પરિવાર સાથે મૂળ વતન જવાનું હતું જેનો વિરોધ તેની પ્રેમિકાએ કર્યો હતો અને બને વચ્ચે ઝઘડો થયો હતો અને હંમેશા તેની સાથે રહેવા માટે જીદ કરતી હતી. ત્યાર બાદ બને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની જતા સચિનએ તેની પ્રેમિકાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ લાશને એક બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી. અને બાળકને સાથે લઈને અમદાવાદ આવવા નીકળી ગયો હતો. 

સચિન પેથાપુરમાં આવેલી ગૌશાળા નિયમિત દૂધ અને ઘી લેવા હતો હતો. જાણીતી જગ્યા હોવાથી બાળકને ત્યાં મૂકી દેવાનું નક્કી કર્યું હતું.અને ત્યાર બાદ પરિવાર સાથે મૂળ વતન જવા તરફ જવા નીકળી ગયો હતો. સચિનની અત્યારે બાળકને તરછોડીને મૂકવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અને બરોડાથી મહેંદીની મૃતદેહ મળ્યો છે તે બાબતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવશે. 

બાળકને શિશુગૃહમાં રાખવામાં આવશે. બાળકના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.