મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં રોડ વચ્ચે એવો હંગામો થયો કે જેને જોઈને આપ હેરાન રહી જશો. મુંબઈના પેડર રોડ પર પત્નીએ પતિ અને તેની ગર્લફ્રેન્ડને રંગે હાથ પકડી લીધા. પત્નીએ રસ્તા વચ્ચે જ જોરદાર બાબાલ મચાવી દીધી, જેને પગલે રસ્તા પર લાંબો જામ થઈ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કારની બહાર છે અને હંગામો કરી રહી છે. પછી બધાને ખબર પડે છે કે કાર તેના પતિની છે અને તેનો પતિ કારની અંદર ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો.

મહિલાએ પતિને રંગે હાથ પકડી લીધો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન નેતા વારિસ પઠાણએ પણ વીડિયો શેર કર્યો છે. નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, મામલો શનિવારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાંજે અંદાજે 5 વાગ્યે પતિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાની બ્લેક એસયૂવી કારમાં ફરી રહ્યો હતો. પત્નીએ તેને રંગે હાથ પકડી લીધી અને તે રોડ વચ્ચે બુમો પાડવા લાગ્યા છે. મામલો વધતો જોઈ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને મામલાને સંભાળવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આ પછી પતિને પત્નીએ માફ ન કર્યો અને પતિને પત્નીના ગુસ્સાનો સામનો કરવો જ પડ્યો અને પત્નીએ પણ પોતાનું આકરું સ્વરૂપ બતાવી દીધું હતું.

Caught cheating by wife on Pedder road. Video is viral in SOBO social media. pic.twitter.com/hoUJkSmzol

— Waris Pathan (@warispathan) July 12, 2020