મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સોની સબ પર હળવોફૂલ શો તેરા યાર હૂં મૈંએ તેની રોચક અને ઉચ્ચ રિલેટેબલ વાર્તારેખા સાથે દર્શકોને જકડી રાખ્યાછે. દર્શકો પાત્રો અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીથી મોહિત છે. આવું જ એક પાત્ર અંશ સિંહા ઉર્ફે ઋષભ બંસલનું છે, જે શોમાં યુવા પુખ્તના તેના પાત્ર માટે દર્શકો પાસેથી ભરપૂર લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આપણે અંશ સિંહાને પ્રતિભાશાળી અભિનેતા તરીકે જાણીએ છીએ, પરંતુ તે વધુ એક કુશળતા પણ ધરાવે છે. તે બધા પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓમાં રસ લે છે ત્યારે સ્વિમિંગ તેનું સૌથી વધુ મનગમતું છે અને તેમાં તે ગોલ્ડ મેડલિસ્ટ છે.

અભિનેતા તરીકે અંશ સિંહા સફળતાની સીડી ચઢી રહ્યો છે ત્યારે તે ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર છે એ વાસ્તવિકતા ભૂલી શકાય એમ નથી. તેણે પોતાના જીવનમાં સ્પોર્ટસ કઈ રીતે સમાવે છે તે વિશે વાતો કરી.

સ્પોર્ટસ માટે પ્રેમ વિશે બોલતાં અંશ સિંહા કહે છે, દરેક અન્ય ભારતીયોની જેમ મને ક્રિકેટ પ્રત્યે બિનશરતી પ્રેમ છે. બાળપણથી મારી મનગમતી સ્પોર્ટસ હસ્તી સચિન તેંડલકર છે. મને ક્રિકેટ જોવાનું ગમે છે અને શૂટ્સ વચ્ચે હું હંમેશાં સમય કાઢવાનો પ્રયાસ કરું છું, જેથી તે પ્રેક્ટિસ કરી શકું. હું ખાસ કરીને ક્રિકેટ સહિત સ્પોર્ટસના ક્ષેત્રમાં સર્વ સમાચારો વિશે અપડેટ રહેવાની ખાતરી રાખું છું. આજકાલ સોશિયલ મિડિયા માહિતીના કોઈ પણ પ્રકાર માટે મુખ્ય સ્રોત છે અને મારા શૂટ્સ દરમિયાન બધા પ્રકારના સ્પોર્ટસ ન્યૂઝ મળે છે તે બદલ હું ધન્ય માનું છું. શૂટ્સ વચ્ચે બ્રેક મળે ત્યારે હું ચૂકી ગયેલી મેચ જોઈ લઉં છું, જેથી કોઈ પણ સ્પોર્ટસની કોઈ પણ હાઈલાઈટ હું ચૂકતો નથી.

Advertisement


 

 

 

 

 

તેણે ઉમેર્યું કે, આજકાલ હું મિક્સ્ડ માર્શલ આર્ટસ અને રેસલિંગમાં રસ લઉં છું. હું તેનાથી એટલો મોહિત છું કે તે શીખવાની પણ ઉત્સુકતા છે. મારા સ્કૂલ અને કોલેજના દિવસોમાં હું સ્પોર્ટસ પ્રત્યે વધુ ઝુકાવ ધરાવતો હતો. જોકે મારી સ્કૂલની ક્રિકેટ ટીમ સાથે મને રમવાનો મોકો ક્યારેય મળ્યો નહોતો. આમ છતાં સ્પોર્ટસ માટે મારો પ્રેમ અકબંધ રહ્યો હતો. મેં સ્વિમિંગ કર્યું હતું અને ગોલ્ડ મેડલ પણ જીત્યું હતું. ભવિષ્યમાં સ્પોર્ટસમાં પણ મારી કારકિર્દી ઘડવાની મને તક મળે એવી હું આશા રાખું છું. તેરા યાર હૂં મૈએ અભિનય તરીકે મારું સપનું સાકાર કર્યું છે અને હું આખી ટીમનો તે માટે આભારી છું. સ્પોર્ટસના ક્ષેત્રમાં કોઈ પણ શોખ અપનાવવાથી સિદ્ધિઓની મારી યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું હોવાની લાગણી હું અનુભવ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.