મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈના ઘાટકોપર વિસ્તારના એક રહેણાંક વિસ્તારમાં પાર્કિંગમાં ઊભી રહેલી એક કાર થોડી જ સેકંડ્સમાં એક સિંકહોલમાં ડૂબી ગઈ હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો હતો. આ અજીબોગરીબ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કારનું બોનેટ અને સામેના પૈડા પહેલાથી જ સિંકહોલમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે. તે પછી કારનો પાછળનો ભાગ પણ ધીમે ધીમે તે પાણીમાં સમાઈ જાય છે. ગાડી આખી જ આ સિંકહોલમાં ડૂબી જાય છે.

ચોંકાવનારી આ ઘટના ઘાટકોપરના ત્રિભૂવન મિઠાઈવાલાની પાછળ રામનિવાસ હાઉસિંગ સોસાયટીની છે. વીડિયો વાયરલ થયા બાદ બીએમસીએ પ્રેસનોટ દ્વારા ચોખવટ કરી છે કે ઘટનાના બીએમસીથી કોઈ સંબંધ નથી કારણ કે જમીન સોસાયટીની હતી અને કુવાને આરસીસી દ્વારા અડધો ઢાંકીને વિસ્તારને પાર્કિંગના માટે ઉપયોગમાં કરવામાં આવી રહ્યો હતો. જે આજે ધસી પડતાં ત્યાં પાર્ક કરેલી કાર તેમાં ડૂબી ગઈ હતી. 

આ કાર પંકજ મેહતા નામના વ્યક્તિની છે. ઉલ્લેખનીય છે કે કારમાં તે વખતે કોઈ ન્હોતું. બીએમસી અને પોલીસે કારને કાઢવાની કામગીરી આરંભી હતી. આ કારના આજુબાજુમાં ઊભેલી અન્ય કારને કોઈ અસર થઈ ન્હોતી.

Advertisement


 

 

 

 

 

આઈએમડીએ શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું ત્યાં જ રવિવારે રેડ એલર્ટ આપ્યું છે. ગત કેટલાક દિવસોથી જ વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.