મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડમાં ડ્રગ્સ કેસમાં આજે અભિનેત્રી દીપિકા પાદુકોણને એનસીબીએ શનિવારની સવારે બોલાવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ચુકી છે. તેણે કેપીએસ મલ્હોત્રાની આગેવાનીમાં સવાલ જવાબ કરાઈ રહ્યા છે. ત્યાં શ્રદ્ધા કપૂર સાથે એક્સચેન્જ બિલ્ડિંગ વાળા ઓફીસમાં સવાલ કરાઈ રહ્યા છે. સારાના પર્સનલ ગાર્ડ એનસીબી ઓફીસ પાસે સુરક્ષાની તકેદારીઓ જોઈને ગયા છે. તે પણ એનસીબી ઓફીસ પહોંચી ચુકી છે.  ડ્રગ્સ મામલામાં એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદની પણ ધરપકડ કરી છે. (આ કેસને લગતી કેટલીક મહત્વની બાબતો જ અહીં રજુ કરાઈ છે)

એનસીબીએ શનિવારે વધુ એક ધરપકડની કાર્યવાહી કરી હતી. એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. આ અગાઉ શુક્રવારે એનસીબીએ ક્ષિતિજ પ્રસાદ સાથે મોડી રાત્રી સુધી પુછપરછ કરી હતી. એનસીબીએ તેના ઘરે પણ તપાસ કરી હતી. કહેવાઈ રહ્યું છે કે ક્ષિતિજનું નામ પકડાયેલા ડ્રગ્સ પેડલર અંકુશ અરનેજાના નિવેદનમાં આવ્યું છે. સૂત્રો મુજબ ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જૌહરએ ચોખવડ આપી દીધી છે કે તે ક્ષિતિજને વ્યક્તિગત રીતે જાણતો નથી.

દીપિકાએ સ્વિકાર્યું...

દીપિકાએ સ્વીકાર કર્યું કે કરિશ્મા સાથે તેની ચેટિંગ થઈ હતી. જે 28 ઓક્ટોબર 2017નું ચેટ બતાવાયું તે તેના અને કરિશ્મા વચ્ચે થઈ હતી, પરંતુ દીપિકાએ આ વાત પણ કરી કે અમારા સર્કલમાં અમે લોકો ડૂબ લઈએ છીએ. તે એક પ્રકારની સિગારેટ છે, જેમાં ઘણી વસ્તુઓ ભરેલી રહે છે. દીપિકાએ કહ્યું કે તે ડૂબ જેવા શબ્દ કોડ વર્ડ તરીકે ઉપયોગ કરે છે. તેણે સાફ સાફ નથી કહ્યું કે તેમાં ડ્રગ્સ પણ હોય છે કે કેમ. ત્યાં સવાલ એ પણ છે કે ડ્રગ ચેટમાં હાશીશ (હૈશ)નો ઉલ્લેખ કરાયો હતો. જ્યારે દીપિકા આને કોડ કહી રહી છે તેથી એનસીબી હવે તે પણ તપાસમાં લઈ રહી છે. દીપિકા ડ્રગ્સ સાથે જોડાયેલા સવાલમાં ઘણા સવાલો પર મૌન રહેવું જ મુનાસીબ સમજ્યું હતું.

દીપિકા અને કરિશ્માને સામ સામે બેસાડીને પુછરપછ કરાઈ જે પુરી થઈ છે. હવે એનસીબીએ કરિશ્મા સાથે અલગ પુછપરછમાં લાગી છે. જ્યારે દીપિકા હજુ ગેસ્ટહાઉસના બીજા માળે એકલી બેસેલી હતી. એનસીબીએ દીપિકાનું લેખિત નિવેદન ફાઈલ કર્યું છે. હાલ એવું લાગી રહ્યું છે કે કરિશ્મા સાથેની પુછપરછ પછી દીપિકા સાથે પણ એકલામાં પુછરપરછ થઈ શકે છે.

દીપિકાના જવાબોથી અસંતુષ્ઠ NCB

દીપિકા સાથે એનસીબીની 5 સભ્યોની ટીમ દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ, દીપિકાના જવાબોથી એનસીબી સંતુષ્ઠ નથી. કરિશ્માએ શુક્રવારે પુછપરછમાં ડ્રગ્સ લેવાની વાતથી ઈન્કાર કર્યો હતો. કહ્યું હતું કે તે ફક્ત સિગારેટ પીવે છે. આજે જ્યારે દીપિકા અને કરિશ્માને સામ સામે બેસાડીને ડ્રગ્સ ચેટને લઈને સવાલ કરાયો હતો તો બંનેએ કહ્યું કે ડ્રગ્સ ન્હોતા લેતા. એનસીબીએ પુછ્યું કે પછી ચેટમાં વીડ/હૈશ કોના માટે મંગાવી રહી છે. તેના પર બંનેએ જે જવાબ આપ્યા તેનાથી એનસીબી સંતુષ્ઠ ન્હોતી. આ સાથે જ શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન પણ ત્યાં પહોચી ચુકી છે. દીપિકા સાથે તેની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ હાજર છે.