મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ દક્ષિણ મુંબઈના એક વૃદ્ધ સમાજસેવી અને રાધા કલિનદાસ દરયાનિની ટ્રસ્ના પ્રમુખ પ્રેમ દરયાનાનીએ લોનાવાલાના કાન્હેગામમાં પોતાની બે એકર જમીન સેનાને દાનમાં આપી દીધી છે, કે જેથી ત્યાં મહારાષ્ટ્રમાં પ્રથમ અને દેશની બીજી સેના કોલેજની સ્થાપના થઈ શકે. માર્ચ 2018માં તેમણે સેનાને પહેલી જમીન દાનમાં ઈપી દીધી હતી. હવે ફરી બે એકર જમીન આપી રહ્યા છે. આ બધાની કુલ કિંમત અંદાજીત 40 કરોડ રૂપિયા થઈ જાય છે. આ જગ્યા પર સેના લો કોલેજના વિસ્તારથી બીજા તથા ત્રીજા વર્ષના સૈન્ય છાત્રોને ભણતરની તક મળશે.

લોનાવાલાની લો કોલેજના બીજા ચરણનું ભૂમિપૂજન દક્ષિણી કમાનના કમાંડર ઈન ચીફ લેફ્ટનેન્ટ જનરલ એસકે સૈનીના હાથે સંપન્ન થયું છે. આ સમયે દક્ષિણી કમાનના ઘણા અધિકારીઓ હાજર હતા. આ પ્રસંગે લેફ્ટનેન્ટ જનરલ સૈનીએ કહ્યું કે, સેના દેશ માટે હંમેશા તૈયાર રહે છે અને આ રીતે સામાન્ય લોકોથી સેનાના સાથે જોડાવા અને સેનાનું મનોબળ અત્યંત વધી જાય છે જ્યારે આવો કોઈ પ્રસંગ ઘડાય છે.

જમીન આપ્યા પછી રાધા કાલિનદાસ દરયાનાની ટ્રસ્ટના પ્રમુખ પ્રેમ દરયાનાનીએ કહ્યું કે, આ દાનનો મુખ્ય હેતુ દેશના બહારી અને આંતરિક દુશ્મનોને પડકાર આપવા માટે પોતાનો જીવ જોખમમાં મુતા ભારતીય સેનાના પ્રતિ કૃતજ્ઞતા દેખાડવોનો છે.