મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપ હવે જહાજ વેચવા માટે જહાજ રાષ્ટ્ર ગૌરવના નામે ૩૮.૫૪ કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપ તેને સવાસો કરોડમાં વેચવા તૈયાર થયું છે. શ્રીરામ ગ્રુપનાં મુકેશ પટેલે કહ્યુ હતુ કે આમ તો સવાસો કરોડ મૂલ્ય છે, પણ હું ૧૦૦ કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે.

દેશની ભારતીય નૌકાદળની આન, બાન અને શાન ગણાતા બીજા વિમાન-વાહક જહાજ આઇએનએસ ‘વિરાટ’ ને સંગ્રહાલયમાં ફેરવવા માટે કોઇ રાજ્યની સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો. અત્યારે આ જહાજ ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં પહોંચી ગયું છે. આઇએનએસ ‘વિરાટ’નું નીલામ થયું ત્યારે અલંગની કંપની શ્રીરામ ગ્રુપ ૩૮.૫૪ કરોડમાં ખરીદી લીધું હતું અને તેને અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવ્યું છે. હવે આ જહાજને ભાંગતુ બચાવવા માગતી મુંબઇની એક કંપની પાસે ૧૦૦ કરોડ રૂપિયાની માગણી લીલામમાંથી ખરીદનાર કંપની તરફથી કરવામાં આવી છે. મુકેશ પટેલના જણાવ્યા મુજબ ‘મુંબઇની કંપની આ જહાજ ખરીદવા માગે છે, તેને મેં કહ્યું કે હું પણ દેશભકત છું અને તેઓ જો જહાજ ખરીદીને સંગ્રહાલય બનાવવા માગતા હોય તે મને વાંધો નથી.

પરંતુ તેમણે ભારત સરકારનું ના હરકત પ્રમાણપત્ર (એનઓસી) સૌથી પહેલાં આપવું પડશે કારણ મેં તો આ શિપ ભંગારમાં ખરીદ્યુ છે. એન.ઓ.સી એટલે માગું છું કે ભવિષ્યમાં કોઇ એવો આક્ષેપ ન કરી શકે કે કોઇ સ્કેમમાં અમે પણ સંડોવાયેલા હતા. જોકે દેશ પ્રેમ માટે ખરીદ્યા પછી પણ તેઓ જહાજને ભાંગી જ રહ્યા છે. મુકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે મેં આ જહાજ માટે ૧૨૫ કરોડ રૂપિયા માગ્યા છે. સાથોસાથ એ પણ તૈયારી બતાવી છે કે મુંબઇની કંપની પોતાના હિસાબે અને જોખમે જહાજને તરતુ કરવા તૈયાર હોય તો ૧૦૦ કરોડ રૂપિયામાં આપી દેવાની મારી તૈયારી છે.