મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ રવિવારે મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભા સચિાલયમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળી છે. નિયંત્રણ કક્ષ (કંટ્રોલ રૂમ)ને મળેલી આ જાણકારી પર મુંબઈનું બોમ્બ સ્ક્વોડ અને અન્ય દળ સ્થળ પર દોડી આવ્યું છે. પોલીસનું કહેવું છે કે હાલ આ માહિતી ખોટી હોવાનું લાગી રહ્યું છે.

બોમ્બની ધમકી મળ્યા પછી પોલીસે કહ્યું કે મુંબઈ મંત્રાલયની સુરક્ષા પણ કડક કરી દેવાઈ છે. બોમ્બની સૂચના આપદા સંચાલન નિયંત્રણ કક્ષને મળેલી હતી. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આ માહિતીને પગલે કામગીરી કરાઈ રહી છે. સાથે જ આ માહિતી કેવી રીતે મળી અને ક્યાંથી અપાઈ તે સહિતની કામગીરી સાથે પોલીસ દોડી ગઈ છે.

અંદાજે 1 કલાક બાદ મુંબઈ પોલીસના પીઆરઓએ કહ્યું કે મંત્રાલય પરિસરની તપાસ પુરી થઈ છે પરંતુ હજુ સુધી અહીંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.