મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધમણકર નાકા નજીકના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં સોમવારે 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20-25 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. . વહેલી સવારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક રહીશો અને ફાયર બ્રિગેડ રાહત કાર્યમાં જોડાયેલા છે. એનડીઆરએફ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જીલાની નામની આ ઇમારતના ભંગારમાંથી 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો રાહત કાર્યમાં સામેલ છે. એનડીઆરએફના વડા સત્ય પ્રધાને ટ્વીટ કર્યું છે કે ઓછામાં ઓછા 20 લોકોના ફસાયેલા હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં લગભગ 20 પરિવારો રહેતા હતા. બિલ્ડિંગ 40 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.


 

 

 

 

 

એનડીઆરએફની ટીમે એક બાળકને કાટમાળમાંથી બહાર કાઢ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. વધુ પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફના જણાવ્યા મુજબ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી માહિતી મુજબ આજે સવારે 4 વાગ્યે ભિવંડીમાં એક જી +3 બિલ્ડિંગ પડી હતી. સ્થાનિક લોકો દ્વારા 20 લોકોને બચાવવામાં આવ્યા અને પ્રાથમિક માહિતી અનુસાર, 20-25 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આરઆરસી મુંબઇથી ટીમ પાંચ વાગ્યે ઘટના સ્થળે આવી હતી.