મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ની તસવીર હવે સાફ થઈ ચુકી છે અને મોદી લહેરમાં વિપક્ષના તમામ સમીકરણો ધ્વસ્ત થઈ ગયા છે. ખાસ કરીને યુપીમાં 2 સૌથી મોટી વોટ બેન્ક વાળી પાર્ટીઓ (એસપી અને બીએસપી)નું ગઠબંધન ફેલ થઈ ગયું છે. બીએસપીને 10 અને એસપીને ફક્ત 5 સીટ પર જીત મળી છે. આ બંનેમાં પણ એસપીનું નુકસાન વધું રહ્યું છે, જે 2014માં 5 સીટ જીતી હતી તે આ વખતે પણ તેટલા પર જ અટકી રહી છે. જોકે બીએસપીએ શૂન્યથી આગળ વધતા 10 સીટ હાંસલ કરી છે. જે બીજેપીની એવી લહેરાં એસપી અને કોંગ્રેસના સામે એક રીતે તો સફળતા જ કહેવાય.

આ વખતે અખિલેશ યાદવને પિતા મુલાયમ સિંહની તે વાત કદાચ યાદ આવી રહી હશે, જે તેમણે ગઠબંધન દરમિયાન કહી હતી. મુલાયમે બીએસપી સાથેના ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરતાં તે વખતે કહ્યું હતું કે, તેમણે (અખિલેશ યાદવ) માયાવતી સાથે અડધી સીટો પર ગઠબંધન કર્યું છે. અડધી સીટો આપવાનો આધાર શું છે? હવે અમારી પાસે ફક્ત અડધી સીટો રહી ગઈ છે. અમારી પાર્ટી તેનાથી ઘણી વધુ દમદાર છે. આ વાત કદાચ તેમની સાચી સાબીત થઈ છે અને ગઠબંધને પગલે એસપી મોટૂ લૂઝર સાબિત થઈ છે.

એસપી અને બીએસપીએ વેરને ભૂલીને સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી મોટો જનાધારને પ્રભાવિત કરવા ગઠબંધનના રુપમાં આંકવામાં આવ્યો હતો. આરએલડીના સાથે આવવાથી મહાગઠબંધનને વધુ મજબૂત માનવામાં આવી રહ્યો હતો. આ ગઠબંધનને ફેલ થવા પર તમામ દાવા કરાઈ રહ્યા હતા પરંતુ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ ફેબ્રુઆરીમાં જ માયાવતી સાથે દિકરા અખિલેશના ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરી હતી.