મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ વિભાગએ બ્લેક મની એક્ટ 2015 અંતર્ગત મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકો અનંત, આકાશ અને ઈશા અંબાણીને નોટિસ મોકલી છે.
ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર- વિદેશોમાં કથિત અઘોષિત સંપત્તિના મામલામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને તેમના પરિવારને 28 માર્ચ 2019એ નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ ઈન્કમ ટેક્સની મુંબઈ યુનિટ દ્વારા મોકલાઈ છે. યુનિટને ઘણા દેશોની એજન્સીઓ તરફથી જાણકારી મળી હતી.
આઈટી ડિપાર્ટમેન્ટએ અંબાણી પરિવાર સામે 2011માં આ તપાસ શરૂ કરી હતી. ત્યારે સરકારને જાણકારી મળી હતી કે એચએસબીસી જીનેવામાં 700 ભારતીયોના એકાઉન્ટ છે.
2015માં એક મીડિયા ઈન્વેસ્ટીગેશન કરાયું હતું. તેને ઈન્ટરનેશનલ કંસોર્ટિમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ (આઈસીઆઈજે)એ કર્યું હતું. આ ઈન્વેસ્ટિગેશનને સ્વિસ લીક્સનું નામ અપાયું હતું. તેમાં દાવો કરાયો હતો કે એચએસબીસી જીનેવામાં 1,195 એકાઉન્ટ હોલ્ડર છે.
આઈસીઆઈજેની તપાસમાં ઘણા આંતરરાષ્ટ્રીય સમાચાર પત્રો અને મીડિયા સંસ્થાઓ શામેલ હતી. ઈન્ડિયન એક્સપ્રેસ પણ આ તપાસનો ભાગ હતું.
ઈન્ડિયન એક્સપ્રેસને 4 ફેબ્રુઆરીએ થયેલી આઈટી તપાસની રિપોર્ટ મળી છે. તપાસમાં 14 એકાઉન્ટમાંથી એક ના બેનિફિશિયરીના અંતર્ગત અંબાણી પરિવારના લોકોના નામ છે.
સમાચાર પત્રને અપાયેલા જવાબમાં રિલાયન્સના સ્પોક પર્સને તમામ આરોપો નકાર્યા છે. અહીં સુધી કે તેમણે ઈન્કમ ટેક્સ વિભાગથી કોઈ નોટિસ મળ્યાનો પણ ઈનકાર કર્યો છે.