ફૈઝાન રંગરેઝ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યમાં કોરોનાની મહામારી સમી નથી અને ફરી ગુજરાત માથે એક નવું સંકટ તોળાયું છે. કોરોના પછી હવે મુયકરમાઈકોસિસ (બ્લેક ફંગસ) નામના રોગ એ માથું ઉચક્યું છે. સમગ્ર દેશ ૪૦૦૦ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં માત્ર ગુજરાત ૫૦ ટકા કેસ ધરાવે છે. રાજ્ય સરકાર મયુકર ફંગસને મહામારી તરીકે ઘોષિત કરી છે. મયુકરમાઈકોસિસ ફંગસ પીડિત દર્દીઓ માટે ઉપયોગી એમફેટેરેસિન બી ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સગાઓનું હોસ્પિટલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 

સ્વજનોને ઇન્જેક્શન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મોટી મોટી જાહેરાતો કરી વાહવાહી લૂંટી રહી છે. બીજી બાજુ ઇન્જેકશનની ભારે અછત સર્જાઇ રહી છે. આ અગાઉ રાજ્ય સરકારે અમદાવાદના એસીવીપી હોસ્પિટલ તે ઇન્જેક્શન વિતરણ કરવાનું નિર્ણય તોળી ફેરવ્યું હતું અને  એલ. જી. હોસ્પિટલમાં ઇન્જેક્શન વિતરણ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદના એલ. જી. હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરતા કંઈક અલગ નજરાણું જોવા મળ્યું હતું. 

હોસ્પિટલના બહાર ગેટ પર જ હાલ મયુકરમાઇક્રોસિસ ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ નથી તેવી સૂચના પાઠવવામાં આવી છે. જેને લઇ સ્વજનોએ દર્દીઓને બચાવો આમ તેમ દોડધામ કરી રહ્યા છે. હોસ્પિટલથી ધોયેલા મોઢે પરત ફરી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે કોરોનામાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે ગુજરાતની જનતાને લાઈનમાં ઉભા રેહવું પડ્યું હતું ફરી તેનાથી થોડી મળતી આવતી સ્થિતિ નિર્માણ થવા જઇ રહી છે. એક તરફ સરકાર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ સરકારની નિષ્ફળતાના દૃશ્યો રજૂ થઇ રહ્યા છે.