દેવલ જાદવ / ફૈઝાન રંગરેઝ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં ૧૫ ફેબ્રુઆરી સોમવાર ના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે એમ એસ ધોની ક્રિકેટ એકેડમીનાં ઉદઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય ટીમ ના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ એકેડમીમાં નાના બાળકોથી લઈને યુવાનોએ ક્રિકેટ શીખવા માટે એડમિશન લીધું છે. સુરેશ રૈનાએ સૌ પ્રથમતો આવીને ટ્રેનીંગ ગ્રાઉન્ડનું રીબીન કાપીને ઉદઘાટન કર્યું અને ત્યાર એમ એસ ધોની ક્રિકેટ એકેડમીની ઓફિસિયલ વેબ સાઈટ લોન્ચ કરી હતી. પછી તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

સુરેશ રૈનાએ જણાવ્યુ હતું આ સમારોહમાં ઉપસ્થિત રેહવું મારા માટે અત્યંત ખુશી અને ગર્વની વાત છે. ધોની ભાઈએ મને મારા શરૂઆતના સમયથી મને સપોર્ટ કર્યો છે અને તેમણે મારા ભાઈ સમાન છે. અમદાવાદ ખાતે ધોની ભાઈની આ એકેડમી નું ઉદઘાટન કરવું એ મારા માટે ગર્વની વાત છે. તેમણે આઇપીએલમાં ગુજરાત ની ટીમની સુકાન સંભાળી હતી તે વાતને યાદ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ખૂબ ટેલેન્ટ છે તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો ખૂબ આગળ વધી શકે છે. આ એકેડમીમાં નેશનલ લેવલ ના કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે અને ધોની ભાઈ વિડિયો કોન્ફરન્સ ની મદદથી ખીલડીઓ સાથે વાતચીત કરીને માર્ગદર્શન આપતા રહેશે અને તેમણે પોતે પણ આ એકેડમી પર ધ્યાન આપશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમના સન્યાસ લેવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે વાત ટાળીને કહ્યું કે પેહલે થેપલા ખા લેતે હૈ સવાલો કે જવાબ તો બાદમે ભી હોતે રહેંગે.

પ્રેસ કોન્ફરન્સ બાદ સુરેશ રૈનાએ અહીંયા ના બાળકો સાથે ક્રિકેટ રમીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે નાના બાળકો પાસે ફિલ્ડીનનો પણ અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ થોડા યુવા ખીલાડીઓની બોલિંગ પર ધુંવાધાર બેટિંગ કરીને ત્યાં હજાર બાળકો તેમના વાલી અને અન્ય લોકોને ખુશ કર્યા હતા.

અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહેલી પ્રથમ ઇન્ટરનેશનલ મેચ માટે તેમણે ગુજરાત ક્રિકેટ બોર્ડને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે બીજી ટેસ્ટમાં ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને આવનારી બંને ટેસ્ટ અમદાવાદમાં રમાવાની છે તે રોમાંચક રહશે અને લોકો ને તેમણે અપીલ કરી કે તમે સ્ટેડિયમમાં મેચ જોવા જાઓ અને ટીમને સપોર્ટ કરો.