મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી આ જાહેરાત કરી છે. ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય વન ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમીહતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોની આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેમ્પમાં સામેલ થવા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી 2014માં નિવૃત્તિ જાહેર કરી હતી.  

મહેન્દ્રસિંહ ધોની બાદ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રૈનાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી છે.