મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંસદ ભવનની કેન્ટીનમાં ભોજન પર મળનારી સબ્સિડી બંધ થઈ જશે. તમામ પાર્ટીઓએ આ પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. આ નિર્ણયને આગામી સત્રથી લાગુ કરાઈ શકે છે.

સંસદના ભોજનની સબ્સિડી પર વાર્ષિક 17 કરોડ રૂપિયાનું બિલ આવે છે. સૂત્રોનું કહેવું છે કે, લોકસભા સ્પીકર ઓમ બિડલાનીસ સલાહ બાદથી આ નિર્ણય લેવાયો છે. લોકસભાની બિઝનેસ એડવઈઝરી કમિટીની મીટિંગમાં તમામ પાર્ટીઓના પ્રતિનિધિઓએ તેના પર સહમતિ વ્યક્ત કરી હતી.

2016માં મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન કેન્ટિનમાં મળતાં ભોજનના ભાવ વધાર્યા હતા. તે પછી હવે સબ્સિડી ખત્મ કરી દેવાનો નિર્ણય કર્યો છે. 2016થી  અત્યાર સુધી શાકાહારી થાળીનો ભાવ 30 રૂપિયા છે, જ્યારે 2016થી પહેલા ભાવ 18 રૂપિયા હતો. માંસાહારી થાળી હવે 60 રુપિયામાં મળે છે. જ્યારે પહેલા 33 રૂપિયામાં મળતી હતી. થ્રી કોર્સ મીલ હવે 90 રૂપિયામાં મળે છે જે પહેલા 61 રૂપિયામાં મળતું હતું.

સબ્સિડી ખત્મ થયા પછી હવે આ ભાવ પણ વધી જશે. સંસદની કેન્ટિનમાં સબ્સિડી પર સરકારના 17 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા જે સામાન્ય લોકો માટે ચોંકાવનારો આંકડો છે. આ નિર્ણયને ક્યારે લાગુ કરાશે, તે તો હજું સાફ નથી. પરંતુ મનાઈ રહ્યું છે કે આગામી સ્ત્રથી આ નિયમ અસરકારી રહે તેવી શક્યતા છે.