મેરાન્યૂઝ નેટવર્ક.મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈંદોરમાં તો કોરોના નામ પર કાંઈક આવું થઈ રહ્યું છે કે સરકાર પર સવાલો ઉઠવા સ્વાભાવીક છે. અહીંના કહેવાતા બે બહાદુર પોલીસ કર્મચારીઓએ પોતાની જ ખાખી વર્દીને એક બાળક સામે કાળી કરી દીધી છે. અહીંયા પહેલા નિગમની પીળી ગેંગ આતંક મચાવતી હતી, જે અખબાર તેના સામે લખતું તેના પર તે કાર્યવાહી કરે છે. આ પછી બાકી રહેલું અહીંની પોલીસ પુરું કરી દે છે અને સીએમ તથા ગૃહમંત્રી આંખો કાઢી જોયા કરે છે.

ઈંદોરની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં ખાખી પર એવા દાગ લાગ્યા છે જે હવે વર્ષો સુધી કોઈ પણ ભોગે ભૂંસી શકાય તેમ નથી. ઘટના ઈંદોરના પરદેશીપુરા પોલીસ મથક વિસ્તારની છે જ્યાં ખાખીએ પોતાની ઈજ્જતને જાહેરમાં ઉતારી દીધી હતી. એક દિકરાની સામે તેના પિતાની ધોલાઈ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ માસ્ક નહીં પહેરવા વાળાના ગુનાહિત રેકોર્ડ કાઢીને ટેબલ નીચે પોતાનું મોંઢુ છુપાવવાના પ્રયત્નો કર્યા અને બંને પોલીસ કર્મચારીઓને બેદખલ કરવાને બદલે તેમને એસપી ઓફિસમાં અડેચ કરી પોતાના કર્તવ્યોથી હાથ ધોઈ નાખ્યા.

હંમેશાની જેમ પોલીસ પોતાના જવાનોનો પક્ષ લેતી જોવા મળી હી. પોલીસ અધીક્ષક ઈંદોર પૂર્વ આશુતોષ બાગરીએ કહ્યું કે આ ઘટનામાં અમે બે પોલીસ કર્મચારીઓને એસપી લાઈનમાં અટેચ કર્યા છે. આ જે ફરિયાદી છે, તે નશો કરે છે અને આરોપી પણ છે. તેનો રેકોર્ડ જોયો છે. તેના પહેલાનો વીડિયો કાપીને નાખવામાં આવ્યો છે જે વીડિયો છે તે હાલ  આવ્યો નથી. પહેલા તેણે અમારા પોલીસ કર્માચારીની વર્દી પકડી હતી અને તે પછી અમારા જવાનોએ તેને પકડ્યો હતો.


 

 

 

 

 

અહીંના માલવામિલ ચાર રસ્તા પર જ્યાં કૃષ્ણ કુંજિર નામના યુવકની બે પોલીસ જવાનો કમલ પ્રજાપત અને ધર્મેન્દ્ર જાટએ જોરદાર ધોલાઈ કરી હતી. આ દરમિયાન તેનો માસૂમ દિકરો પિતાને ન મારવા માટે રડતાં રડતાં અપીલ કરવા લાગ્યો પણ ગુંડાગીરી પર ઉતરી આવેલી પોલીસે પોતાની ઈજ્જત જાહેરમાં ઉતારવાનું નક્કી જ કર્યું હતું તો શું થાય. બુદ્ધી વધુ કામ આવી નહીં અને તેઓ તે યુવકને માર મારતા રહ્યા. જોકે અધિકારીઓને પણ ખાખી પર લાગેલા દાગ ધોઈ લેતા આવડ્યું નહીં. ઉપરથી પોતાની જ ખાખીને દાગ લગાવનારાઓની પીઠ થાબડતા હોય તેવા કામ કર્યા છે. એક માસૂમના માનસ પર પોલીસ માટે હાલ કેવી છાપ હશે, અને તેના માનસ પરથી આ છાપ કેવી રીતે જશે તે બાબત પર ક્યાંય કોઈ વિચાર કે વાત જ નથી. માનવ અધિકારનું હનન અહીં સ્પષ્ટ જોવાય છે. 

 

પીડિતનું કહેવું છે કે, મને મારવામાં આવ્યો, મારું માસ્ક નીચે હતું. પોલીસે મારી એક વાત ન માની. મને ઈજા થઈ છે પણ તે માન્યા નહીં અને મારવાનું ચાલુ કરી દીધું. મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે મારતા જ રહ્યા.