મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ કેટલાકો પોતાની બુદ્ધીનું એવું પ્રદર્શન કરી મુક્તા હોય છે કે તેમને 100 તોપોની સલામી આપવાનું મન થાય. મધ્યપ્રદેશના શહડોલમાં આવી જ એક બેદરકારી અને બુદ્ધીના પ્રદર્શનની ઘટના સામે આવી છે જેમાં કેટલાક સ્વાસ્થ્ય કર્મચરીઓ એક કોરોના સંક્રમિતને લઈને શહેરમાં ખુલ્લેઆમ ફરતાં નજરે પડ્યા છે, એટલું જ નહીં કોરોના સંક્રમિતને લઈને શહેરના વચ્ચે શેરડીનો રસ પીવાનો આનંદ લેતા હતા. આ દરમિયાન હાજર એક શખ્સે તેમની હરકતને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અહીં કેટલાક સ્વાસ્થય કર્મચારીઓ એમ્બ્યૂલન્સમાં એક કોરોના સંક્રમિતને લઈ જઈ રહ્યા હતા, દરમિયાન શહેરના બિલકુલ વચ્ચે લોકોની અવર જવર વખતે દર્દીને રોકી શેરડીના રસનો આનંદ લેવા લાગ્યા હતા.

સ્વાસ્થ્ય કર્મચી ખુબ સમય સુધી શેરડીના રસનો આનંદ લેતા રહ્યા અને કોરોના સંક્રમિત ખુદને લાચાર સમજતા તેમનો શેરડીનો રસ પુરો થાય તેની રાહ જોતો રહ્યો, આ દરમિયાન લોકો ત્યાંથી જતાં હતા અને દર્દીને આવામાં ખુલ્લેઆમ ઊભેલો જોઈ રસ પીતા જોઈ ભયભીત નજરે પડી રહ્યા હતા, સ્વાસ્થ્ય કર્મીઓએ આ મોટી બેદરાકારીને પગલે વધુ લોકો સંક્રમિત થઈ શક્તા હતા. આ દરમિયાન નારાજ એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો મોબાઈલમાં લઈ લીધો જે જોરદાર વાયરલ થયો છે.


 

 

 

 

 

ત્યાં જ સીએમએચઓનું કહેવું છે કે આવી કોઈ જાણકારી મને મળી નથી, તેની તપાસ કરવામાં આવશે. ડો. મેઘ સિંહ સાગરે કહ્યું કે હજુ મેં આ વીડિયો નથી જોયો અને ન મારા ધ્યાનમાં આ મામલો આવ્યો છે. આ મામલાની તપાસ કરાશે અને દોષિતો સામે કાર્યવાહી થશે.