મેરાન્યૂધ નેટવર્ક.સાપુતારાઃ સાપુતારામાં હવે રજાઓના સમયે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. જોકે સાપુતારાના ઢાળ પર એવી ઘટના બની છે જે લાલબત્તી સમાન છે, તેવા લોકો માટે જે ઢાળ વાળા રસ્તાઓ પર આવીને વાહન પ્રત્યે બેદરકાર રહે છે. કારણ અહીં નાનકડી ભુલ જીવના જોખમ ભરી હોય છે. ટેબલ પોઈન્ટ પર આવી જ એક ઘટના બની છે જેમાં એક કાર રિવર્સમાં આવી અને લોકોના શ્વાસ અધ્ધર કરી મુક્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Advertisement


 

 

 

 

 

વીડિયોમાં જોઈ શકાય છે કે ટેબલ પોઈન્ટ પર એક બ્લૂ રંગની કાર રિવર્સમાં જવા લાગે છે. ચાલકે કાર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રિવર્સમાં ગબડવા લાગી હતી. જેને કારણે ફંટાઈ જતી હતી. કાર અન્ય વાહનોને ટક્કર લગાવી રહી હતી. જીવ બચાવવા મહિલા અને બાળક કારમાંથી કુદી જવું પડ્યું હતું. જે પણ વીડિયોમાં જોઈ શકાય છે.