મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતની દારુબંધીને લઈને ઘણીવાર મતમતાંતર થઈ ચુકેલા છે. અહીં સુધી કે મુખ્યમંત્રી વિજય રુપાણી પણ દાવો કરી ચુક્યા છે કે ગુજરાતમાં દારુ નથી મળતો ત્યાં ઘણી એવી ઘટનાઓ છે જેમાં દારુની બદી હજુ ગુજરાત છોડી શકી નથી. ત્યારે ભાજપના સાસંસ ભરતસિંહ ડાભીનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં તેમણે આખા ગુજરાતમાં દારુ વેચાય છે તેવી વાત કરી છે સાથે જ તેમણે એ અરજદાર સાથે એવી પણ વાત કરી કે બે વર્ષ જવાદો પછી ગુજરાતમાં દારુ ક્યાંય શોધે પણ મળશે નહીં તેવી સ્થિતિ આવશે. તેમના અવાજમાં વાયરલ થયેલા આ કથિત ઓડિયોની પૃષ્ટી મેરાન્યૂઝ કરતું નથી. વાયરલ થયેલો ઓડિયો અહીં રજુ કર્યો છે.

મોતીભા, અરજદારઃ નમસ્કાર સાહેબ...

ભરતસિંહ ડાભી, સાંસદ, ભાજપઃ હા, મોતીભા બોલો...

મોતીભા, અરજદારઃ હા સાહેબ, શાંતિ...

ભરતસિંહ ડાભી, સાંસદઃ હા શાંતિ, બોલો...

મોતીભા, અરજદારઃ પાટણ જિલ્લાની ફરિયાદ આપવી છે...

ભરતસિંહ ડાભી, સાંસદઃ કેવી?

મોતીભાઃ પાટણની અંદર ખુલ્લેઆમ દારૂ એટલું...

ભરતસિંહઃ આખા ગુજરાતમાં વેચાય છે મોતીભા બોલો...

મોતીભાઃ પણ સાહેબ આપણા...

ભરતસિંહઃ બોલો...બોલો...પછી...

મોતીભાઃ પાટણ જિલ્લામાં ખુલ્લેઆમ એટલે કોઇ હદપાર વિના...

ભરતસિંહઃ શું?...

મોતીભા- દૂધની થેલી વેચાય એમ વેચાય છે... ખુલ્લા રોડ પર વેચે છે બુટલેગરો...

ભરતસિંહઃ બરાબર...

મોતીભાઃ એટલે થોડો ઉપાય... કંઇક કરાવોને થોડું...

ભરતસિંહઃ બરાબર...

મોતીભાઃ હવે હપ્તો એટલો લે છેને... અમે રજૂઆત કરવા જઇએ તો શું કે છે ખબર છે સાહેબ?...

ભરતસિંહઃ હા...

મોતીભાઃ કે અમારા સંસદ સભ્ય હપ્તો લેતા હોય છે. તમારે ડે. સીએમ જોડે જાઉ હોય તોય જાઓ.. જ્યાં જાઉ હોય ત્યાં જાઓ...

ભરતસિંહઃ મોતીભા સાંભળી લો...

મોતીભાઃ હા...

ભરતસિંહઃ સંસદ સભ્ય તો જીવનમાં આંઠના નથી લેતો...

મોતીભાઃ ખોટા બદનામ કરે છે...

ભરતસિંહઃ સાંભળો તમે...

મોતીભાઃ હા...

ભરતસિંહઃ પૈસા લેતો નથી સંસદ સભ્ય કદી...

મોતીભાઃ આ બદનામ કરે છે તમને લોકોને...

ભરતસિંહ ડાભીઃ તમારે બોલતા હોય ત્યારે ફોન કરી કેવાનું હોય...

મોતીભાઃ આ બદનામ કરે છે સાહેબ...

ભરતસિંહઃ રાજકારણીને તો જાહેર જીવનમાં બધા બદનામ કરે...

મોતીભાઃ આવી રીતે તમારું નામ આપે એટલે ખોટું પડે ને...

ભરતસિંહઃ પહેલા સમજી લો...

મોતીભાઃ હા સાહેબ...

ભરતસિંહઃ ભરતસિંહ ક્યારેય કોઇનો પૈસા લેતા નથી...

મોતીભાઃ એ તો સાહેબ મને પણ ખબર છે...

ભરતસિંહઃ હા...તો પછી...

મોતીભાઃ મને પૂરો વિશ્વાસ છે સાહેબ તમારા પર...

ભરતસિંહઃ એ તો બધે બધુ ચાલે છે બાપુ...

મોતીભાઃ આ તો સાહેબ આટલું કામ કરો તો મારી નમ્ર વિનંતી...

ભરતસિંહઃ અવે મારે તમને ક્યાં બધુ કહેવુ મોતીભા...

મોતીભાઃ શું?...

ભરતસિંહઃ બધુ ક્યાં તમને કહેવું, બે વર્ષ રાહ જોઇ લો... પછી છાંટોએ મળશે નહીં...

મોતીભાઃ એવું થશે એમ...

ભરતસિંહઃ છાંટોએ નહીં મળે... તમે દવા લેવા શોધશોને તોય નહીં મળે... અને પાટણમાં નહીં આખા રાજ્યમાં નહીં મળે...

મોતીભાઃ હા...આ તો વિચાર્યું કે રજૂઆત કરવા દો સાહેબને..

ભરતસિંહઃ ક્યાં શું ચાલે છે ને એ બધી અમને ખબર છે...

મોતીભાઃ  હા...તો સાહેબ આ પોલીસ પર કોઇ એક્શન ન લઇ શકાય સાહેબ...

ભરતસિંહઃ એક્શન લેવા વાળા જ ફૂટી જાય તો કોણ એક્શન લે?...

મોતીભાઃ આવું છે સાહેબ એમ...

ભરતસિંહઃ હા... આવું છે

સાહેબ એમ... હજુ ઘણુ બધુ છે આવો એક દિવસ રૂબરૂ...શાંતિથી મળો...