મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની માતાનું આજે નિધન થયું છે. તેમણે પોતે આ અંગે સોશિયલ મિડિયા પર પોસ્ટ મુકી જાણકારી આપી હતી. પોતે કેટલા દુઃખી થયા છે તે પણ આ મેસેજમાં તેમણે કહ્યું હતું. જોકે તેમણે સાથે જ શોકાંજલી માટે લોકોને રુબરુ ન આવીને મહામારીના સમયમાં પોતપોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું પણ કહી દીધું હતું. તેમણે લોકોને રુબરુ મળવા ન આવવા વિનંતિ કરી છે.

તેમણે આ સમયે દુઃખ વ્યક્ત કરતાં સોશ્યિલ મીડિયામાં તે અંગે મેસેજ મુક્યો હતો કે, મારા જીવનમા કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા માતુશ્રીનુ આજે અવસાન થયેલ છે. મારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રાહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂ ના પધારવા વિનંતી છે.