મેરાન્યૂઝ નેટવર્ક.મોસ્કોઃ રશિયાની એરોફ્લોટ એરલાઈન્સના સુખોઈ સુપરજેટ-100 પેસેન્જર પ્લેનમાં રવિવારે એકાએક આગ લાગી ગઈ હતી. રુસની રાજધાની મોસ્કોમાં થયેલી આ વિમાન દુર્ઘટનાને જોઈને તમામ ચોંકી ગયા હતા. આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. પ્લેનની સ્પીડ પણ હતી કે જેને કારણે સળગતું પ્લેન રનવે પર દોડતું પણ નજરે પડ્યું હતું. આ એક એવો સમય હતો જ્યાં લોકોના રૂંવાડા ઊભા થઈ જાય. આ ઘટનામાં 41 લોકોના મોત થયા અને 37 લોકોના જીવ બચાવાયા હોવાની માહિતી મળી છે.

આ ઘટનાના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વીડિયો આપ સમક્ષ અહીં દર્શાવાયા છે પરંતુ વીડિયો જોતા પહેલા અવશ્ય ધ્યાન રાખો કે આ વીડિયો આપને વીચલીત કરી શકે છે. સર્ચ એજન્સીના અધિકારીઓ અનુસાર, વિમાને મોસ્કોથી નોર્થ રશિયાના મરમાંસ્ક શહેરથી ઉડાન ભરી હતી. રશિયાની ન્યૂઝ ચેનલ રશિયા-24એ ઘટનાનો વીડિયો શૅર કર્યો છે. જેમાં વિમાનના પાછળના ભાગમાં આગ લાગી છે તેવું દેખાય રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એરપોર્ટના એક અધિકારી અનુસાર, આ વિમાન માત્ર બે વર્ષ જૂનું હતું. રશિયન સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, વિમાને મરમાંસ્કથી ટેકઓફ કર્યુ હતું, પરંતુ હવામાં જ તેમાં આગ લાગી. ત્યારબાદ મોસ્કોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.