મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: પંચમહાલ જીલ્લાના મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમીષાબેન સૂથાર હાલમાં આદિજાતિ રાજ્યમંત્રી તરીકે નવીન ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પદભાર ગ્રહણ કર્યો છે.ધારાસભ્ય નિમીષાબેન સૂથાર મોરવા હડફની પેટાવિધાનસભાની ચૂટણી જીત્યા બાદ આદિજાતી પ્રમાણપત્ર લઈને વિવાદમાં આવ્યા હતા. ગુરુવારના રોજ ગોધરા ખાતે જીલ્લા કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ નિમીષાબેન સૂથારને ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી પદથી દૂર કરવામા આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

જીલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં આદિવાસી અગ્રણીઓ 'દૂર કરો રે દૂર કરો નિમીષાબેન સૂથારને દૂર કરો, સાચા આદિવાસીને ન્યાય આપો ' ના સુત્રોચ્ચાર સાથે સેવાસદન બિલ્ડીંગ ખાતે પહોંચ્યા હતા. તેમના દ્વારા જીલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. જેમા આક્ષેપ કરતા જણાવાયુ હતુ કે નિમીષાબેન સૂથાર પોતે ખોટી રીતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવીને  આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કેશ ચાલુ છે. વધુમાં આવેદનપત્રમાં જણાવવમાં આવ્યુ છે. નિમીષાબેન સૂથારના પિતાના એલસીમાં કડાણા સાર્વજનિક સ્કુલ દ્વારા આપવામાં આવ્યુ છે. જેમા હિન્દુ ભીલ વાગડીયા જાતિનો ઉલ્લેખ છે. જે જાતિનું પ્રમાણપત્ર છે જેમા હિન્દુ ભીલ જાતિનો ઉલ્લેખ છે. નિમીષાબેન સૂથારનું એલસી જે શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ અમરેલી હાઇસ્કુલ દ્વારા આપવામાં આવ્યુ છે. જેમા હિન્દુ પટેલીયા એસટી જાતિનો ઉલ્લેખ છે. આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મોરવા હડફના ધારાસભ્યના પિતાનુ જાતિ પ્રમાણપત્ર વિશ્લેષણ સમિતીમાં  મોકલવામા આવતા રાજકીય દબાણ સમિતી ઉપર ઉભુ કરીને યોગ્ય પુરાવા નહી હોવા છતા માન્ય કરવામા આવ્યુ હતું. ધારાસભ્ય પોતે આવા જાતિના ખોટા પ્રમાણપત્ર લઈને વિવાદમાં ઘેરાયેલા હોવા છતા તેવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના આદિજાતિ કક્ષા જેવું સંવેદનશીલ મંત્રાલય સોંપી શકાય નહી. તેવુ આદિવાસી સમાજનુ માનવુ છે. તેમને આદિજાતી મંત્રી તરીકે નિમવાથી આદિવાસી સમાજને ઠેસ પહોચી છે. તેમના સામેના કેસમા જ્યા સુધી ફેસલો ના આવે ત્યા સુધી તેમને આદિજાતી પદ પરથી દુર કરવામાં આવે તેવી માંગણી છે. આવેદનમા વધુમા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે છેલ્લા પાંચ વરસથી ગુજરાતમા ખોટા આદિવાસીઓ સામે વિરોધ  અને આંદોલન કરી રહ્યા છે. એ સાચા આદિવાસીઓની માંગણીની સરકાર દ્વારા અવગણના થઇ ગણાશે. 

Advertisement


 

 

 

 

 

ગુજરાતનાા આદિવાસીઓ જે પાર્ટીને છેલ્લે 25 વર્ષથી ખોબલે ખોબલે મત આપીને જીતાડે છે. એ લોકો પોતાને સરકાર દ્વારા ઠગાયેલા મહેસૂસ કરશે. આદિવાસી સમાજની લાગણી અને માંગણી સમજીને ધારાસભ્ય નિમીષાબેન સુથારને આદિજાતી મંત્રી પદ પરથી દૂર કરવામા તેવી માંગણી કરવામા આવી છે. આવેદન આપવા આદિવાસી એક્ટીવીસ્ટ પ્રવિણભાઈ પારગી, મોરવા હડફની પેટા ચૂંટણી લડી ચૂકેલા સુરેશભાઈ કટારા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અરવલ્લી જીલ્લામાં સાચા આદિવાસી બચાવો અધિકાર સમિતિના દિલીપ નિનામા અને આદિવાસી સમાજના અગ્રણીઓ અને મહિલાઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મોરવા હડફના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નિમીષાબેન સુથારનું આદિજાતિ મંત્રી પદ પરથી દૂર કરવામાં આવેની માંગ કરી હતી.