મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સિતારામનએ લોકસભામાં કહ્યું કે આ સમયે દેશની અલગ અલગ નાણા સંસ્થાઓની પાસે 32455.28 કરોડ રુપિયા લાવારિસ પડ્યા છે. એટલે કે આ કરોડો રૂપિયા ધનને લેવાનો દાવો કોઈ નથી કરી રહ્યું. આપને જણાવી દઈએ કે આ સંસ્થાઓમાં બેન્કો અને વીમા કંપીઓ શામેલ છે.

આમાંથી બેન્કો પાસે વર્ષ 2018 કરતાં 26.8 ટકા વધુ એટલે કે 14578 કરોડ રૂપિયા લાવારિસ ધન છે. વર્ષ 2017ની વાત કરીએ તો ત્યારે આ આંકડો 11494 કરોડ રૂપિયા હતો. ત્યાં વર્ષ 2016માં બેન્કોમાં 8928 કરોડ રૂપિયા લાવારિસ પડ્યા હતા.

નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2018ના આખરી સમયમાં ફક્ત સ્ટેટ બેન્ક એકલા પાસે અનક્લેમ્ડ ડિપોઝિટ એટલે કે લાવારિસ રૂપિયાનો આંકડો 2156.33 કરોડ રૂપિયા હતો. અન્ય બેન્કોની વાત કરે તો રષ્ટ્રીય બેન્કો પાસે 9919 કરોડ રૂપિયાનું લાવારિસ ધન છે, પ્રાઈવેટ બેન્કો પાસે 1851 કરોડ રૂપિયા વારસદાર વગરના છે. ત્યાં જ વિદેશી બન્કો પસે ક્ષેત્રિય ગ્રામિણા બેન્કો પાસે ક્રમશઃ 376 અને 271 કરોડ રૂપિયાનું લાવારિસ ધન છે. આપને જણાવી દઈએ કે સ્મોલ ફાઈનાન્સ બેન્કના પાસે 2.42 કરોડ રૂપિયા લાવારિસ ધન છે.

બેન્કોથી વધુ તો વીમા કંપનીઓ પાસે લાવારિસ ધન પડ્યું છે. વીમા કંપનીઓ પાસે કુલ 17877.28 કરોડ રૂપિયા ધનનો કોઈ માલિક નથી. ફક્ત એલઆઈસી (ભારતીય જીવન વીમા નિગમ) પાસે 12892.02 કરોડ રૂપિયા લાવારિસ ધન છે.