મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ  ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાઈ રહેલા યુદ્ધનાં માહોલમાં ગભરાયેલાં પાકિસ્તાને ફરી એક વાર શાંતિની અપીલ કરતાં કહ્યું કે, યુદ્ધ એ સમાધાન નથી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકથી ભારતની તૈયારીઓ જોઈ પાકિસ્તાન ફફડી ઊઠતાં તેણે શાંતિની અપીલ કરી છે. જો કે, ગઈકાલથી એલઓસી પર સીઝફાયરનો ભંગ કરનાર પાકિસ્તાની સેનાએ પૂંચ-રાજૌરી સેક્ટરમાં બોમ્બ વર્ષા કરી હતી. પરંતુ ભારતીય વાયુ દળે પાકિસ્તાનનાં એફ-૧૬ લડાકું વિમાનને ભગાડી દેવા સાથે એક વિમાન તોડી પાડ્યું હતું. જ્યારે પાકિસ્તાને પણ ભારતના બે વિમાન તોડી નાંખવાના દાવા સાથે આજની કાર્યવાહી સ્વરક્ષા માટે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

નવી દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં પુલવામાં આતંકી હુમલા પછી સરહદ પર સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી અને પંજાબ ખાતેથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવા સાથે જમ્મુ-કાશ્મીર, અમૃતસર સહિત પંજાબના ૮, જેસલમેર અને દિલ્હી એરપોર્ટ ખાલી કરાઈ દેવામાં આવ્યા છે. ભારતીય વાયુ દળની એર સ્ટ્રાઇકથી હચમચી ગયેલાં પાકિસ્તાન દ્વારા ગઈકાલથી એલઓસી પર સીઝફાયર ભંગ કરવામાં આવ્યો છે. તેમાં આજે પાકિસ્તાને એફ-૧૬ લડાકું વિમાન દ્વારા પૂંછ-રજૌરી વિસ્તારમાં બોંબ મારો કરવામાં આવ્યો હતો. જો કે ભારતીય વાયુ દળે પાકિસ્તાની વિમાનોને ભગાડી દઈ એક એ-૧૬ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. 

પાકિસ્તાન ખાતે પણ આજે રાષ્ટ્રિય સુરક્ષા સમિતિની બેઠક મળનાર છે. ત્યારે ભારતની યુદ્ધલક્ષી તૈયારીઓ જોઈ ગભરાઈ ગયેલા પાકિસ્તાન દ્વારા ફરી એક વાર શાંતિની અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાને કહ્યું કે, યુદ્ધ એ કોઈ સમાધાન નથી. તેનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો હતો. જ્યારે કોઈની જીત થતી નથી. પરંતુ ભારતમાં આજે બીજા દિવસે પણ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. તો દિલ્હીમાં વિપક્ષના પ્રતિનિધિઓની બેઠક યોજાવામાં આવી છે.