મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી: મોરબીના તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા મહેસુલ તલાટીએ અરજદાર પાસેથી મકાન ખરીદ નોંધ ચડાવવા માટે ૪૦૦૦ ની લાંચની માંગણી કરી હોય જે મામલે એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારીને ઝડપી લીધો છે .

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એક અરજદારે મોરબી વજેપર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા મકાન ખરીદ કરેલ હોય જે અંગેની નોંધ કરી ખાતે ચડાવવાનું બાકી હોય જેથી નોંધ કરવા માટે મોરબી તાલુકા સેવાસદનમાં મહેસુલ તલાટી પાસે ગયા હોય જ્યાં તેની પાસે નોંધ તાત્કાલિક કરાવવાના બદલામાં રૂ ૪૦૦૦ ની માંગણી કરી હતી જે લાંચની રકમ અરજદારને આપવી ના હોય જેથી મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદને પગલે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ બી જાની સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી લાંચની રકમ આપવા ગયો ત્યારે એસીબી ટીમે મોરબી મામલતદાર કચેરી સીટી તલાટી ઓફિસમાં ફરજ બજાવતા મહેસુલ તલાટી વર્ગ ૩ પ્રશાંત શાહને ૪૦૦૦ રૂપિયાની રકમની લાંચ લેતા રંગેહાથે ઝડપી લઈને ૪૦૦૦ રૂ રીકવર કર્યા છે અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.