મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી: આજના જમાનામાં પ્રામાણિકતા બહુ ઓછી જોવા મળે છે. લોકોની ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ જાય છે અને જીવન ભર મળતી નથી તો ઘણા કિસ્સાઓમાં લોકોને એવા પ્રામાણિક લોકોનો અનુભવ થાય છે કે જેમના કારણે તેમની કિંમતી વસ્તુ સલામત તેમને પરત મળે છે. આવા ઘણા કિસ્સા આપણે જોયા છે આવી જ એક ઘટના મોરબીમાં પણ મળી છે જ્યાં મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીએ પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.


 

 

 

 

 

જેમાં મોરબીના બહાદુરગઢ ગામના ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈ નામના વ્યક્તિ ખેત મજુરી કરતા હોય જેથી મજુરીની શોધમાં પીપળીયા અને મોરબી આવ્યા હતા અને તે વેળાએ તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હતો. ત્યારે રાત્રે ઘરે પરત ફરતા મોરબીના નારણકા ગામના યુવા પત્રકાર જયેશ બોખાણીને વાવડી ચોકડી પાસેથી રસ્તા પરથી મોબાઇલ મળ્યો હતો. જેથી ફોનમાં ડોક્યુમેન્ટ આધારે બહાદુરગઢ ગામના સંરપંચ અશ્વિનભાઈ મકવાણાના મારફતે સુરેશભાઈને જાણ કરી હતી અને સુરેશભાઈ ગોધવીયાનો મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.