મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ લોકડાઉન હોવા છતાં ગુજરાતમાં દારુની રેલમછેલમાં જાજો કોઈ ફરક પડ્યો નથી હા સપ્લાયમાં તકલીફો છે, જોકે ગુજરાતમાં દારૂની ડીમાન્ડ તો ભરપૂર જ છે. જેને કારણે દારુની સપ્લાય વધારવા બુટલેગર્સ હજુ બનતા પ્રયત્નો કર્યા જ કરે છે. આજે શુક્રવારે વહેલી સવારે વેજલપુર-ઘાટીલા રોડ પર આવેલા ઘાટીલા ગામની પાસે જ એક ઈનોવા  કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ કારનો ચાલક ગંભીર ઈજાઓેને પગલે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો જ્યારે કારમાંથી વિદેશી બ્રાન્ડનો દારુ પણ જથ્થાબંધ રીતે મળી આવ્યો હતો.

હળવદના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો સુરેશ હનુમાનરામ કરમા આ કાર ચલાવતો હતો. જોકે કાર કયા કારણસર પલ્ટી ખાઈ ગઈ તે જાણી શકાયું ન હતું પરંતુ અહીં લોકોની મોટી સંખ્યામાં મેદની ઉમટી આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી મૃતક સુરેશના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ પોલીસ આ કેસમાં દારુ કોનો તો અને ગુજરાતમાં દારુ ઘૂસાડવામાં કેવી રીતે મદદ મળી તે સહિતની તપાસ પારદર્શી રીતે કરે તો ઘણા માથાઓ આ કેસમાં ભીંસમાં આવે તેમ છે.