મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ નાત, જાત, ધરમ, કરમ જેવી કોઈ વાત જ ન હોય જ્યાં માનવતા હોય, એક માનવીય હૃદય બસ બીજા હૃદયને સમજે અને એક બીજાની સુખાકારીમાં ભાગ બને બસ. મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આ બિમારીએ ક્યારેય નાત-જાત ન જોઈ, ધરમ ન જોયો બધું વ્યર્થ નિવડ્યું ત્યારે માનવતા અને ભારતીય સંસ્કારોએ જ માનવજાતની રક્ષા કરી તે સનાતન સત્ય રહ્યું. બીજી લહેરે તો ઘણા પરિવારો માટે દયનિય સ્થિતિ કરી મુકી અને એટલી જ ઘાતક નીવડી હતી. અનેક પરિવારના સદસ્યના મોતથી પરિવારના માળા વિખાઇ ગયા હતા. ઘણા બધા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવતા નિરાધાર થયા હતા. ત્યારે મોરબીની દીકરીએ કોરોના મહામારીમાં પરિવારની છત્રછાયા ગુમાવતા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ દીકરીનો એજ્યુકેશન ખર્ચે ઉઠાવી દત્તક લીધી માનવતા મહેકાવી હતી.
મોરબીમાં કોરોના મહામારીમાં પોતાના સ્વખર્ચે મોટી ટીમ સાથે મોરબી જિલ્લાના તમામ મજૂર, તેમજ તમામ જ્ઞાતિ જાતીના પરિવારને કોરોનાના કપરા સમયમાં દિન-રાત તન, મન અને ધનથી હોસ્પિટલમાં તેમજ દવા વગેરેમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને સેવાભાવી અજયભાઇ લોરીયા (ભામાશા) અગ્રેસર રહીને સેવા આપી માનતવાની મહેક મોરબીમાં પ્રસરાવી હતી.
ત્યારે કોરોનાની મહામારીમાં છત્રછાયા ગુમાવનાર નાનકડી ઢીંગલી "ત્રિશા રાઠોડ" ને આજે અજયભાઈ લોરિયાએ એજ્યુકેશન (ભણતર) આપવા માટે તમામ ખર્ચો ઉપાડી અને દતક લીધી હતી. જેથી આ કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહી છે અને અજયભાઈને અંભિનંદન પાઠવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અજયભાઈ લોરિયા "સેવા એ જ સંપતિ" નામની સંસ્થા પણ ચલાવે છે. સાથે દેશના સીમાડે આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા ફોજીઓ શહીદ થઈ જાય તો તેમના પરિવારને રૂબરૂ મળી લાગણી, પ્રેમ અને આર્થિક મદદ પણ કરી છે. રાજનીતિમાં રહીને પણ ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરી શકાય છે. તે યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજયભાઈ લોરીયાએ સાબિત કરી બતાવ્યું છે.
(અહેવાલ સહાભાર વાચક: જયેશ બોખાણી, મોરબી તરફથી)