મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં જીકીયારી ગામ ખાતે યુવાને રસોઈ બનાવવાને મામલે પોતાની માતા અને બહેન સાથે ઝઘડો થતાં તે બંનેને ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટનાએ ચકચાર મચાવી મુકી છે. ડબલ મર્ડરની આ ઘટનામાં રસોઈ બનાવવાને મામલે ઝઘડો થયો હતો જેને કારણે ઉશ્કેરાયેલા યુવાને ઘાતકી હુમલો કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે મોરબીના જીકીયારી ગામ ખાતે રહેતા દેવશી સવજી ભાટિયાએ પોતાની માતા કસ્તુરીબહેન ભાટિયા અને બહેન સંગીતાને ધારિયાના ઘા મારી તેને ચિર નિંદ્રામાં પોઢાળી દીધા હતા. રાત્રે માતા અને બહેન વચ્ચે જમવાને મામલે ઝઘડો થયો હતો. જેના પછી યુવકે ધારિયાના ઘા મારી બહેન અને માતાને મારી નાખ્યા હતા.

મોરબીમાં નાનકડા એવા આ ગામમાં બનેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.