મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબીમાં હમણા થોડા દિવસોમાં ચોરીના બનાવો વધ્યા છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ મારુતિ સોસાયટીમાં વૃદ્ધાના ગળા માંથી બે શખ્સો સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી જતા ચકચાર મચી જવા પામી છે

મોરબીના  આલાપ પાર્કમાં રહેતા નીમુંબેન ગોધાણી શાક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બે શખ્સો રવાપર રોડ પર આવેલ લીલાલેર સોસાયટી નજીકથી પીછો કરતા હતા. નીમુંબેન મારુતિ સોસાયટી પાસે પહોચાતાની સાથે જ બે શખ્સો મોકાની લાભ લઈને વૃદ્ધાના ગળામાં રહેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાશી છુટ્યા હતા. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં ચીલઝડપ જેવી ઘટના બનતા લોકો ભયભીત બન્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તુરંત દોડી ગઈ હતી. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયાની માહિતી મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને  ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.