મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ભારત સહીત સમગ્ર વિશ્વના ધનવાનો પર છેલ્લા એક વર્ષ દરમિયાનન ધનવર્ષા થઇ છે. જેમાં ભારત દેશમાં ગયા વર્ષ દરમિયાન કરોડપતિઓની સંપત્તિમાં રોજના રૂપિયા ૨૨૦૦ કરોડ એટલે કે, ૨૨ અબજનો વધારો થયો છે. સમગ્ર ભારતની વસ્તીના માત્ર ૧ ટકા લોકોની સંપત્તિમાં ૩૯ ટકાનો ધરખમ વધારો થયો છે. તેની સામે ૫૦ ટકા વસ્તીની આર્થિક સંપત્તિમાં માત્ર ૩ ટકા પ્રમાણે જ વધારો થયો છે.

સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વના કરોડપતિઓની સંપત્તિમાં ૧૨ ટકા પ્રમાણે વધારો થયો છે. તેમાં વિશ્વના માત્ર ૯ ટકા અમીરો પાસે કુલ જનસંખ્યાના ૫૦ ટકા કરતા વધારે લોકો કરતા પણ વધારે સંપત્તિ છે. જ્યારે વિશ્વના ગરીબ લોકોની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા Oxfam એ જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં ભારતના કરોડપતિઓની સંપત્તિમાં રોજના રૂપિયા ૨૨૦૦ કરોડનો વધારો થયો છે. તેની સામે ૫૦ ટકા ભારતીયોની સંપત્તિમાં માત્ર ૩ ટકાના દરે જ આર્થિક સંપત્તિમાં વધારો થયો છે. ભારત દેશમાં અત્યારે ૧૩૬ કરોડની વસ્તીમાંથી ૧૦ ટકા લોકો ગરીબ અને દેવાદાર છે. જ્યારે માત્ર ૧૦ ટકા લોકો પાસે સમગ્ર દેશની કુલ સંપત્તિમાંથી ૭૭.૪ ટકા સંપત્તિ છે. તો તેમાંથી પણ માત્ર ૧ ટકા લોકો પાસે ૫૧.૫૩ ટકા સંપત્તિ છે. જ્યારે દેશના ૬૦ ટકા લોકો પાસે માત્ર ૪.૮ ટકા જ સંપત્તિ છે.

આ એજન્સીના રિપોર્ટ પ્રમાણે ભારત દેશમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન ૧૮ નવા અબજપતિ બન્યા છે.

ભારતમાં હવે અબજોપતિઓની સંખ્યા વધીને ૧૧૯ થઇ ગઈ છે. આ અબજોપતિઓની સંપત્તિ ૨૮ લાખ કરોડ જેટલી છે. તો વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન દર વર્ષે ૭૨ જેટલા અમીરો વધશે એમ જણાવ્યું છે. સમગ્ર દુનિયામાં ૯ ટકા અમીરો પાસે કુલ જનસંખ્યાના ૫૦ ટકા કરતા વધારે લોકો કરતા પણ વધારે સંપત્તિ છે. જ્યારે વિશ્વના ૨૬ લોકો પાસે ૩.૮ બિલિયન લોકો કરતા પણ વધારે સંપત્તિ છે.