મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની યાત્રા પર ગયા છે અને ત્યા પતંગ ચગાવાની મજા માણી હતી. જેના પર કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યા છે કે પીએમ મોદી પતંગ ચગાવીને ઓઇલના વધતા ભાવ અને ભારતને પરેશાન કરતી સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશોની પાંચ દિવસની યાત્રા પર છે. આ યાત્રાના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ ઇન્ડિનેશિયા પહોંચી ત્યાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે જકાર્તામાં પતંગ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું અને સાથે જ પતંગ પણ ચગાવી હતી. 

સોશિયલ મીડિયા પર મોદી દ્વારા જકાર્તામાં પતંગ ચગાવવાના વીડિયો વાયરલ થયો છે સાથે તેના પર કેટલાક લોકો ટ્રોલિંગ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વિટ કર્યું કે વડાપ્રધાન મોદી પતંગ ચગાવીને ઓઇલના વધતા ભાવ અને ભારતને પરેશાન કરતી સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. 

એક યુઝરે કહ્યું કે દેશમાં ચાલી રહેલી અગણિત સમસ્યાઓથી બિલકુલ બેફિકર, બેપરવાહ, જોળી લઇને ચાલતા ચોકીદાર પતંગ ઉગાડી રહ્યા છે. અન્ય કેટલાક યુઝર્સની કોમેન્ટસ પણ અહીં પ્રસ્તુત છે.   
-પીએમ મોદી ઉડાવવા બહુ આગળ છે.
-    વધુ એક વખત પીએમ મોદી 20 કલાક કામ કરતા નજરે પડ્યા. ભારતે તેમને એટલા માટે વોટ આપ્યા હતા કે તેઓ પતંગ ચગાવી શકે. 
-    પીએમ મોદી પતંગબાજીમાં મસ્ત છે, બેંક હડતાળમાં મસ્ત છે અને જનતા પરેશાન છે. 
-    પેટ્રોલ મોંઘુ થઇ રહ્યું છે અને નમો પતંગ ચગાવી રહ્યા છે. 
-    જુઓ આ આપણા ટેક્સના પૈસાના પતંગ ઉડાવી રહ્યા છે, મોદીજી તમે ઇન્ડોનેશિયાથી મારા માટે કંઇક લેતા આવજો. 
-    યાર અસલી જિંદગીમાં મઝા તો આ લોકોને છે.