મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટીમમાં કુલ 43 નવા મંત્રીઓને શામેલ કર્યા છે. આ ચહેરાઓને વિવિધ રાજ્યોથી આગળ લાવવામાં આવ્યા છે. હવે વિભાગોના વિભાજનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સહકાર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે. તે જ સમયે, મનસુખ માંડવિયાને દેશના નવા આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ મંત્રી પદે શપથ લીધા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી બાજુ, હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ અને શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સોંપાયો છે. અર્જુન મુંડા આદિજાતિ બાબતોના પ્રધાન છે. કિરણ રિજિજુને કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડના નૈનિતાલના સાંસદ અજય ભટ્ટને સંરક્ષણ અને પર્યટન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઇટી પ્રધાન બનાવવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવી છે. મહેન્દ્ર મુંજપરા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ રાજ્યમંત્રીનો પ્રભાર સોંપાયો છે. પીએમ મોદી સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંભાળશે.પિયુષ ગોયલને કાપડ અને ખાદ્ય અને ગ્રાહક બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ અને સ્કિલ ડેવલોપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

મીનાક્ષી લેખીને વિદેશ મંત્રાલય (રાજ્ય પ્રધાન) અને સંસ્કૃતિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલાને ડેરી અને મત્સ્યઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે. અનુરાગ ઠાકુર રમત ગમત પ્રધાન, યુથ અફેર્સ તેમજ ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મંત્રાલય ના મિનિસ્ટર હશે.. ગિરિરાજસિંહને ગ્રામીણ વિકાસ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. એલજેપી નેતા પશુપતિ નાથ પારસને ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ તેમજ શ્રમ મંત્રાલયનો હવાલો સોંપાયો છે.

અનુપ્રિયા પટેલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. નિત્યાનંદ રાયને ગૃહ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. એસપી સિંઘ બઘેલને કાયદા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. શાંતનુ ઠાકુરને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. સર્બાનંદ સોનોવાલને નોર્થ ઈસ્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આયુષ વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ રિવર મંત્રાલયનો પ્રભાર પણ તેઓ સંભાળશે.