મેરાન્યૂઝ નેવર્ક.નવી દિલ્હીઃ બેકેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દીવ અને દાદરા તથા નગર હવેલીને મળીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવશે. તેને લઈને બિલ આગામી અઠવાડિયામાં રજુ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલે શુક્રવારે લોકસભાને આ જાણકારી આપી હતી. ઓગસ્ટમાં સરકારે જમ્મૂ-કશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધા હતા.

મેઘવાલે કહ્યું કે, દાદરા તથા નગર હવેલી અને દીવ-દમણ (કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિલય) બિલ 2319 આગામી અઠવાડિયામાં રજુ કરી દેવો તે સરકારી કામનો હિસ્સો છે. અધિકારીઓએ કહ્યું કે ગુજરાતની નજીક પશ્ચિમી તટ પર સ્થિત આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરવાથી સારું તંત્ર મળી શકશે અને વિવિધ કાર્યોમાં પડતી આડખીલીઓને રોકી શકાશે.

માત્ર 35 કિલોમીટર દૂર હોવા છતાં બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના અલગ અલગ બજેટ અને અલગ અલગ સચિવાલય છે. દાદરા તથા નગર હવેલીમાં માત્ર એક જ્યારે દમણ અને દીવમાં બે જિલ્લા છે. વિલય પછી તેનું નામ દાદરા, નગર હવેલી, દમણ અને દીવ અને તેનું મુખ્યાલય દમણ તથા દીવમાં હોઈ શકે છે. દેશમાં હાલના સમયમાં 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે.