મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને નિશાના પર લીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર વાકબાણ ચલાવતા ખેડૂતોની મૂડી હડપવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે પોતાના સૂટ-બૂટ વાળા દોસ્તોના 8,75,000 કરોડના દેવા માફ કરનારી મોદી સરકાર અન્નદાતાઓની મૂડી સાફ કરવામાં લાગી છે.

આવું પહેલી વાર નથી કે જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું હોય. ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર હુમલા કરતા રહ્યા છે અને રોજ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને પોતાની વાત મુકે છે. લગભગ એક મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદાઓ કરવાની માગ સાથે ખેડૂતો ધરણા પણ બેઠા છે.

આ અગાઉ રાહુલ ગાંધીએ અહીં સુધી કહી ચુક્યા છે કે, પ્રધાનમંત્રી દેશના ખેડૂતોનું સમ્માન નથી કરતાં અને સતત વાતચિત કરીને ખેડૂતોને ફક્ત થકવી દેવા માગે છે. રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી ભલે જ દેશના પ્રધાનમંત્રી હોય પણ તેમનું રિમોટ કંટ્રોલ કેટલાક મૂડીવાદીઓના હાથમાં જ છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકાએ કૃષિ કાયદા સામે લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાન નજીક યોજાયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોની સાથે ઊભી છે. સરકારે આ ત્રણ કાયદા પાછા ખેંચવાના રહેશે. જ્યાં સુધી સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી કોંગ્રેસ પીછેહઠ કરશે નહીં. "

નોંધનીય છે કે કોંગ્રેસે કેન્દ્રિય કૃષિ કાયદાની વિરુદ્ધ શુક્રવારે ખેડૂત અધિકાર દિવસની ઉજવણી કરી હતી. આ અંતર્ગત પક્ષના નેતાઓ અને કાર્યકરોએ રાજ્યના મુખ્યાલય ખાતે ધરણા કર્યા હતા અને રાજ્યપાલો અને લેફ્ટનન્ટ્સને મેમોરેન્ડમ રજૂ કર્યા હતા. મુખ્ય વિપક્ષી પાર્ટીએ આંદોલનકારી ખેડુતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર 'સ્પીકઅપ ફોર કિસાનન અધિકાર' અભિયાન પણ શરૂ કર્યું હતું.