મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં પુલવામામાં શહીદી વહોરનાર 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમો અવિરત ચાલુ છે. કોલીખડ ગામે ભવાઈના કાર્યક્રમ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે જનતામાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ હોઈ દેશના જવાનોની શહીદીને યાદ કરી દેશ માટે કુરબાની આપનારા આ જવાનોના આત્માની શાંતિ માટે તમામ જ્ઞાતિ, ધર્મના લોકો પ્રાર્થના કરીને અને -દુઆ માંગીને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. તેમ કોલીખડના કાર્યકર હેમંતભાઈ પટેલે જણાવ્યું હતું.

મોડાસાના કોલીખડ ગામે ભવાઈના કાર્યક્રમ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આજે ભલે ટીવી.. ઈન્ટરનેટ માધ્યમો હાથવગા હોય પણ ભવાઈ વેશ ભજવવાની પ્રાચીન સૃસંસ્કૃતિને જીવંત રાખતા અને આજની પેઢીને તેનો અહેસાસ થાય તેવા ભવાઈ વેશ ભજવાય ત્યારે કોલીખડ ગામે ..તાક. થઈ યા..તાક.થૈ.. ના તાલે રંગલો-રંગલીના ખેલ સહિત ઐતિહાસિક અને ધાર્મિક નાટકો નિહાળવામાં બાળકો, યુવાનો અને વૃદ્ધોને પણ રસ પડયો હતો.