મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ અને જુગારની લતમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી મોડાસા શહેરમાં ખુલ્લેઆમ ચાલતા જુગાર,વરલી-મટકાના સ્ટેન્ડ પર તો પડદો પડી ગયો છે. તેમ છતાં શહેરમાં છાને છાપને જુગારીઓ જુગારની લતને સંતોષવા હારજીતની બાજી લગાવી જુગાર રમી રહ્યા છે. મોડાસા ટાઉન પોલીસે એલાયન્સ નગર સોસાયટીની ખુલ્લી જગ્યામાં શકુનિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી રેડ કરતા એક જુગારીને રૂ.૨૩૬૦૦ /-ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. જુગાર રમી રહેલા ૪ શકુનિઓ પોલીસને થાપ આપી રફુચક્કર થતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

મોડાસા ટાઉન પીઆઈ એન.જી ગોહિલે શહેરમાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની બદીને દૂર કરવા ડી સ્ટાફને સૂચના અને માર્ગદર્શન હેઠળ શખ્ત કાર્યવાહીનો આદેશ આપતા શહેરમાં સઘન પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા એલાયન્સ નગર સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે ત્રાટકી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી રેડ કરતા હારજીતની બાજી લગાવી બેઠેલા શકુનિઓમાં ભારે નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી એલાયન્સ નગર સોસાયટીમાં રહેતા મોહમ્મદ અશરફ ઇકબાલ કોકડીને દબોચી લઇ હારજીત પર લગાવેલ અને અંગ જડતી તેમજ જુગારનો મુદ્દમાલ મળી કુલ.રૂ.૨૩૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઇ જનાર ૧)કાલુ મુલતાની (રહે,ચાંદટેકરી),૨)કાદરમિયા ઉર્ફે મામુ બાદરમિયા જમાદાર (કસ્બા),૩)રફીક મોહમ્મદભાઈ બાકરોલીયા (ઝમઝમ સોસાયટી) અને ૪)આમીર ઉર્ફે બંકુ સલીમભાઇ મનવા (રહે,મોડાસા) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.